રાજકોટઃ પતિના યુવતી સાથેના સેક્સસંબંધ અંગે કોઈએ પત્નીને કરી દીધો મેસેજ, જાણો પછી શું થયું?
બાદમાં મેં માતા-પિતાને વાત કરતાં મને ૧૦૮ બોલાવી હોસ્પિટલે ખસેડાઇ હતી. તેની પત્નીને અમારા રિલેશનનો મેસેજ મેં કરાવ્યાની શંકા રાખી કેતને મારું અપહરણ કરી માર મારી ધમકી દીધી હતી. તે ભાગી ગયા પછી પણ ફોન કરી ફરિયાદ ન કરવા ધમકાવતો હતો. પોલીસની હાજરીમાં પણ આવો ફોન આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાબતે મેં કહેલ કે મેં એવું કંઇ કર્યુ નથી. જેથી તે ઉશ્કેરાઇ ગયેલ અને હેન્ડબ્રેક પાસે છરી હતી તે ઉગામીને હુમલો કરતાં છાતીમાં ડાબી બાજુમાં સ્હેજ લાગી ગયેલ. તે વખતે મારી ફ્રેન્ડનો બોયફ્રેન્ડ ઉભો હોઇ તે છરી પકડવા જતાં કેતને ગાડી હંકારી મુકી હતી. મેં છરી પકડી લીધી હતી. રસ્તામાં તેણે મને ઝાપટો અને ધુંબા માર્યા હતાં. પછી મારા વાવડી પાસેના ફલેટ બહાર મને મુકીને ભાગી ગયો હતો.
રાત્રીના સાડા બારેક વાગ્યે ફરીથી કેતનનો ફોન આવેલ અને હું ઘંટેશ્વર કેમ્પના ચાર રસ્તે ઉભો છું પ્રિયાને ત્યાં મોકલો, તેમ કહેતા મારી ફ્રેન્ડનો બોયફ્રેન્ડ મને મુકવા આવ્યો હતો. અમે બંને પોતપોતાના વ્હીકલ પર આવ્યા હતા. મારા એકટીવામાં પેટ્રોલ ઓછું હોઇ ત્યાં બાપા સિતારામની મઢુલી પાસે મુકી દઇ હું કેતનની સ્કોર્પિયોમાં બેઠી હતી. કેતને વાત કરતાં કહેલ કે તારા કારણે મારી ઘરવાળી રિસાઇને જતી રહી છે.
રાજકોટઃ વાહનોની લે-વેચ કરતાં યુવકે પ્રેમિકાને છરીના ઘા મારી દેતાં હોબાળો મચી ગયો છે. યુવકની પત્નીને પતિના લગ્નેત્તર સંબંધની જાણ થઈ જતાં તે પિયર ચાલી ગઈ હતી. પત્ની પિયર જતી રહેતા યુવકને લાગી આવ્યું હતું અને પ્રેમિકાનું અપહરણ કરી તેના પર હુમલો કરી દીધો હતો અને પછી તેને ઘર પાસે ઉતારીને નાસી ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
હું ફ્રેન્ડના ઘરે હતી ત્યારે કેતન ચાવડાનો મારા મોબાઇલમાં ફોન આવ્યો હતો. પણ મેં ફોન રિસીવ ન કરતાં તેણે મારી ફ્રેન્ડના મોબાઇલ પર કોલ કરેલ અને પ્રિયા સાથે વાત કરાવ તેમ કહેતાં મેં વાત કરી હતી. આથી કેતને કહેલ કે તું ત્યાં રોકાતી નહીં, તારા ઘરે જતી રહેજે. પણ મેં તેને ના પાડી હજુ જમવાનું પણ બાકી છે તેમ જણાવ્યું હતું. આથી કેતને હું તને તેડવા આવુ છું અને રસ્તામાં જમાડી દઇશ તેમ કહ્યું હતું.
પ્રિયાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું મારા માતા-પિતા સાથે રહુ છું અને ઘરકામ કરુ છું. ગઇકાલે સોમવારે બપોરે બે વાગ્યે હું મારા ઘરેથી એકટીવા લઇ ગોકુલધામ પાસે કવાર્ટરમાં રહેતી ફ્રેન્ડના ઘરે ગઇ હતી. સાંજે અન્ય એક ફ્રેન્ડનો ફોન આવતાં હું તેને મળવા કેકેવી ચોકમાં આવી હતી. અહીં અમે બંને સાડા નવ દસ સુધી બેઠા હતાં. બાદમાં મારી ફ્રેન્ડે ઘરે જમવાનું બનાવવું છે તેમ કહેતાં અમે બંને શાકભાજી લઇ તેના ઘરે ગયા.
આ મેસેજ પ્રિયાએ કરાવ્યાની શંકા રાખી કેતને તેનું અપહરણ કરી માર મારી ધમકી દીધી હતી અને તે ભાગી ગયા પછી પણ ફોન કરી ફરિયાદ ન કરવા ધમકાવતો હતો. પોલીસની હાજરીમાં પણ આવો ફોન આવ્યો હતો. યુનિવર્સિટી પોલીસે કેતન ચાવડાને ઝડપી લેવા દોડધામ આદરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પ્રિયા(નામ બદલ્યું છે) અને પાડોશમાં રહેતા કેતન ચાવડા વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમમાં હતા. જોકે, કેતન પરણેલો હોવાની ખબર પડતાં પ્રિયાએ રિલેશન કટ કરી નાંખ્યા હતાં. આથી ઝઘડો થયો હતો અને તે રોષે ભરાયો હતો. દરમિયાન ત્રણ દિવસ પહેલા તેની ઘરવાળીને બંનેના રિલેશન બાબતે કોઇએ મેસેજ કરતાં તેણી રિસાઇને માવતરે જતી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -