રાજકોટઃ પિયર જતી રહેલી યુવતીને બીજા યુવક સાથે બંધાયા સંબંધ, પતિ પ્રેમીને કહેવા ગયો તો.......
રાજકોટ: રાજકોટમાં એક યુવતી સાથે સેક્સ સંબંધો ધરાવતા યુવકને યુવતીના પતિએ સંબંધો નહીં રાખવા ચેતવ્યો હતો. તેના કારણે ગિન્નાયેલા પ્રેમીએ પતિ પર છરીથી હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
લક્ષ્મીનગરમાં રહેતો રિક્ષાચાલક કૃણાલ શૈલેષભાઇ રાઠોડ (ઉ.વ.24) સોમવારે રાત્રે 11 વાગ્યે લક્ષ્મીનગર મેઇન રોડ પર પાનના ગલ્લે ઉભો હતો ત્યારે એ વિસ્તારમાં જ રહેતા સચિન નટુ પરમાર અને હકા નામના શખ્સે તેના પર છરીથી હુમોલ કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.
કૃણાલને પોતાની પત્નિ સાથે સચિન પરમારને સેક્સ સંબંધ હોવાની જાણ થતાં કૃણાલે આ અંગે તેને ઠપકો આપ્યો હતોય અકળાયેલા સચિન તથા હકાએ હુમલો કર્યો હતો અને કૃણાલને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
કૃણાલ રાઠોડે આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, લક્ષ્મીનગર વિસ્તારમાં જ રહેતી યુવતી સાથે દોઢ વર્ષ પૂર્વે તેણે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા એકાદ મહિનાથી પત્ની પિયર જતી રહી હતી. પત્નીને એ પછી સચિન પરમાર સાથે શારીરિક સંબધો બંધાયા હતા ને બંને રંગરેલિયાં મનાવતાં હતાં.