અમદાવાદઃ નર્સ યુવતીએ 'સંબંધ' તોડી નાંખતા રાજકોટના યુવકે કરી ગજબનાક હરકત, જાણો વિગત?
અજયે ચિઠ્ઠીમાં મે તમારી બહેન અને દાદીને રાજકોટ મોકલી દો, નહીં તો તમારા છોકરાનું અપહરણ કરી દઇશ, તેમ ધમકી આપી હતી. આટલેથી ન અટકતા અજય પ્રિયા જ્યાં નોકરી કરતી હતી, તે હોસ્પિટલ પહોંચી ગયો હતો. અહીં તેણે હોબાળો મચાવી દીધો હતો. એટલું જ નહીં, પ્રિયાને માર મારી ફોન લૂંટીને નાસી ગયો હતો. આ અંગે પ્રિયાએ કાગઠાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
અમદાવાદ: શહેરના ગીતામંદિર વિસ્તારમાં રહેતી યુવતીએ રાજકોટના યુવક સાથે પ્રેમસંબંધ તોડી નાંખતા યુવકે યુવતી જ્યાં નોકરી કરતી હતી, ત્યાં જઈને હોબાળો મચાવ્યો હતો. યુવતી સાથે મારામારી પણ કરી હતી. એટલું જ નહીં, જો પ્રેમસંબંધ ફરીથી પૂર્વવત નહીં કરે તો તેના ભાઈનું અપહરણ કરવાની ધમકી પણ આપી હતી.
તેમજ છેલ્લા બે મહિનાથી પ્રિયાએ પાલડી ખાતે આવેલી એક હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી શરૂ કરી હતી. અમદાવાદમાં સ્થાઇ થતાં અને લગ્ન સમાજના રીતરિવાજ પ્રમાણે કરવાના હોવાથી પ્રેમસંબંધનો અંત લાવી લદીધો હતો. જેને કારણે અજય બગડ્યો હતો. બે દિવસ પહેલા તે અમદાવાદ આવ્યો હતો અને પ્રેમિકાના ઘરમાં ધમકી સાથેની ચિઠ્ઠી નાંખીને જતો રહ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ગીતામંદિર વિસ્તારમાં રહેતી ર૧ વર્ષીય પ્રિયા અગાઉ દાદા-દાદી સાથે રાજકોટમાં રહેતી હતી. જ્યાં હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. અહીં તેને અજય ચૂડાસમા નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. થોડા સમય પહેલાં પ્રિયાના દાદાનું મોત થતાં તે તેની દાદી સાથે ગીતામંદિર ખાતે પરિવાર સાથે રહેવા માટે આવી ગઇ હતી.