અમિત શાહે રાજકોટ કોંગ્રેસમાં પાડ્યું ગાબડું: કોંગ્રેસની આ મહિલા નેતા ભાજપમાં જોડાઈ, જાણો વિગતે
રાજકોટ: રાજકોટમાં કોંગ્રેસનો જાણીતો ચહરો ગણાતા આ નેતાએ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી, ભાજપ નો ખેસ પહેરી લીધો છે. તે અમિતશાહની હાજરીમાં રાજકોટમાં ભાજપમાં જોડાયા છે. આ કોંગ્રેસી નેતા રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ પછી બીજા નંબરે હોવાનું કહેવાય છે. કાશ્મીરા નથવાણી એ લોહાણા મહાજન પરિષદના રાષ્ટ્રીય સહસેક્રેટરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે કાર્યરત થયા બાદ તેઓ સમાજના સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ સિવાય તેઓ બે વખત ધારાસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને બન્ને વખત હાર મળી હતી.
કાશ્મિરાબેન નથવાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ છે. તેઓ ગુજરાત ભાજપ અને જનસંઘના નેતા સ્વ. ચિમનભાઇ શુક્લના પુત્રી છે. તેમજ રાજકોટના ભાજપના કોર્પોરેટર કશ્યપ શુક્લના બહેન છે. આ સિવાય રાજકોટની જૂની અને જાણિતી પેઢી ઠા.વાલજી નથવાણી એન્ડ સન્સ પરિવારના બકુલભાઇ નથવાણીના ધર્મપત્ની છે.
જ્યારે કાશ્મીરા નથવાણીના ભાજપ પ્રવેશ વિશે તેના પરિવારજનોએ કહ્યું હતું કે તે હવે પરિવારજનોની સાથે રહીને રાજકોટમાં વિજય રૂપાણીને જીતાડવા લાગી જશે. તે રાજકોટ લોહાણા સમાજના પ્રમુખ હોવાથી, રાજકોટમાં રહેલી લોહાણા જ્ઞાતિના મત મેળવવા ભાજપને ફાયદાકારક નિવડશે.
તેમણે વધુંમાં કહ્યું હતું કે તે ભાજપમાં ફરી જોડાયા તે પાછળનું કારણ શંકરસિંહ વાઘેલાએ તેમના સમર્થકોને જે પક્ષમાં જોડાવું તે પક્ષમાં જોડાવા દિશા નિર્દેશ કર્યો હતો. મારા માટે ભાજપ પરિવાર સમાન છે તેથી મેં ભાજપમાં જોડાવા નક્કી કર્યું.
તે રાહુલ ગાંધીને રાજકોટની મુલાકાત દરમિયાન મળ્યા હતા, પણ મંગળવારે અમિત શાહની રાજકોટ મુલાકાત દરમિયાન તે ભાજપમાં જોડાઈ ગયા છે. આ મામલે કાશ્મીરા નથવાણીનું કહેવું છે કે તે જૂના જનસંઘી નેતા ચીમન શુક્લના પુત્રી છે. તેમના માટે ભાજપમાં જોડાવું એ ઘરે આવવા સમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -