રાજકોટમાં ભાજપમાં જોડાયેલાં કાશ્મીરા નથવાણી કોણ છે? ભાજપે તેમને કેમ ખેંચવાં પડ્યાં? જાણો વિગત
ત્યારે મોટો પ્રશ્ન એ થાય છે કે, કાશ્મીરાબેનના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને કેટલો ફાયદો કે નુકસાન થશે. જો કે કોંગ્રેસના નેતા મિતુલ દોંગાના જણાવ્યા અનુસાર કાશ્મીરાબેનના જવાથી કોંગ્રેસને કોઈ ફરક પડશે નહીં. રાજકોટની મુલાકાતે આવેલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં કોંગ્રેસના પ્રબળ મહિલા નેતા કાશ્મીરાબેન નથવાણીનું ભાજપમાં ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલા કાશ્મીરાબેનના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસમાં મોટું ગોબડું પડી ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે મંગળવારે રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના સબળ મહિલા નેતા કાશ્મીરાબેન નથવાણીને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાશ્મીરા બેન નથવાણીએ ફરી ગૃહ પ્રવેશ કર્યો છે. કાશ્મીરાબેનના પિતા ચીમનભાઈ શુક્લ કે જેમને જનસંઘની સ્થાપના કરી હતી. તેમજ તેમના ભાઈ કશ્યપ શુક્લ કે જેઓ અગાઉ રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે અને નેહલ શુક્લ જે હાલ ભાજપ પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કાશ્મીરાબેનને ટિકિટ આપશે કે પછી અન્ય કોઈ હોદા પર સ્થાન આપશે તે જોવું રહ્યું.
વર્ષ 2002 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ વિધાનસભા-69 માંથી ભાજપના ઉમેદવાર તરીકે વજુ વાળા ઊભા રહ્યા હતા ત્યારે પણ તેમની સામે કોંગ્રેસમાંથી કાશ્મીરાબેન નથવાણી ઊભા રહ્યા હતા. આ સમયે વાળાને 430397 મતો મળ્યા હતા. જ્યારે કાશ્મીરાબેન નથવાણીને 34882 મતો મળ્યા હતા. આમ વર્ષ 2002ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વજુ વાળા 8515 મતોની લીડથી જીત્યા હતા.
વર્ષ 1998ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા-69માંથી ભાજપના ઉમેદવાર તરીકે વજુ વાળા ચૂંટણી લડી રહ્યા હતાં, તો તેમની સામે રાજપામાંથી કાશ્મીરાબેન નથવાણી ઊભા રહ્યા હતા. આ સમયે વજુ વાળાને 43,034 મતો મળ્યા હતા. જ્યારે કાશ્મીરાબેન નથવાણીને 14,316 મતો મળ્યા હતા. આમ 1998ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વાળા 28,718 મતોની લીડથી જીત્યા હતા.
જ્ઞાતિ અને જાતિના સમીકરણ જોઈએ તો વિધાનસભા ક્ષેત્ર-69માં કે જ્યાંથી ગુજરાતના મુખ્યપમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડવાના છે ત્યાં 20 હજારથી વધુ મતો લોહાણા જ્ઞાતિના છે. હાલ કાશ્મીરા બેન નથવાણી રાજકોટ લોહાણા સમાજના પ્રમુખ છે. સાથોસાથ ઓલ ઈન્ડિયા લોહાણા ફેડરેશનના અગ્રીમ સભ્ય પણ છે. આમ જ્ઞાતિ અને જાતિના રાજકારણમાં કાશ્મીરાબેનના આવવાથી વિજય રૂપાણીની સ્થિતિ મજબૂત થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
કાશ્મીરાબેન ગુજરાતમાં જનસંઘની સ્થાપના કરનાર ચીમનભાઈ શુક્લના પુત્રી છે. કાશ્મીરાબેન શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા અને વર્ષ 2017માં બાપુએ કરેલા વિદ્રોહ સાથે તેઓ પણ કોંગ્રેસ છોડી જનવિકલ્પમાં જોડાયા હતા. કાશ્મીરાબેન શંકરસિંહના ચુસ્ત ટેકેદાર છે અને તેઓ બાપુ સાથે વાત કર્યા બાદ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -