✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'રાધિકાને બીજા સાથે હતા સેક્સ સંબંધ, તેથી પતાવી દીધી' કોંગ્રેસની નેતાના હત્યા કેસમાં પતિએ કરી શું કબૂલાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Nov 2016 10:13 AM (IST)
1

એલસીબી ટીમે આરોપી રવિને પકડીને ચોટીલા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીના રિમાન્ડમાં હત્યા કેસના વધુ ખૂલાસા થવાની પોલીસને આશા છે.

2

પોલીસના કહેવા પ્રમાણે, રવિએ પોતાનો મોબાઇલ અને છરાને ફેંકી દીધા હતા. ગાડી પર રાધિકાના લોહીના નિશાન લાગતા રવિએ ગાડીના તમામ કવર પણ બદલાવી દીધા હતા.

3

શરૂઆતમાં રવિએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાદમાં પોલીસે કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને રાધિકાની હત્યા તેણે કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યુ હતું કે, છ માસ પૂર્વે જ પ્રેમલગ્નથી સંસાર માંડનારી પત્ની રાધિકાને અન્ય કોઇ સાથે લફરું હતું. આ બાબતની જાણ થતાં ગુરુવારે રાત્રે ચોટીલા જમવા જતી વેળાએ કારમાં સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ના માનતા છરીના ઘા પતાવી દીધી હતી.

4

હત્યા કર્યા બાદ ભાગી છૂટેલા હત્યારા પતિ રવિ કિરીટભાઈ વાળેસા રાજકોટમાં રહેતા તેના ગુરૂ દીપકભાઈનાં ઘરે હોવાની હકિકત મળતા સુરેન્દ્રનગર પોલીસની ટીમે રાત્રે બે વાગ્યે દીપકભાઇના ઘરે છાપો મારી રવિને ઝડપી લીધો હતો. ત્યારબાદ રાધિકાને તરફડતી છોડીને પહેલાં વંથલી બાદમાં રાજકોટ કારમાં ફરતો રહ્યો હતો.

5

મળતી વિગતો અનુસાર, રાધિકાએ પાંચ માસ પહેલા રાજકોટના રવિકુમાર કિરીટભાઈ વાળેસા સાથે મોરબીમાં પ્રેમલગ્ન કર્યા હતા. ગુરુવારે રાત્રે રાધિકા અને તેનો પતિ રવિ ચોટીલા જમવા જતા હતા. આ દરમિયાન પત્ની રાધિકાના લફરાથી પરેશાન રવિએ તેને કારમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાધિકા અને રવિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ જતાં રવિએ છરીના ઘા મારી રાધિકાની હત્યા કરી દીધી હતી.

6

સુરેન્દ્રનગરઃ રાજકોટની યુવતી રાધીકાની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસના કહેવા પ્રમાણે, રાધિકાની હત્યા તેના પતિ રવિ વાળેસાએ જ કરી છે. રવિએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે પત્ની રાધિકાને અન્ય સાથે લફરું હોવાના કારણે મેં તેની જ હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાત્રે ચોટીલા નેશનલ હાઇવે પર બળદેવ હોટલ પાસેથી રાધિકાની લાશ મળી આવી હતી. નોંધનીય છે કે મૃતક રાધિકા રાજકોટ કોગ્રેસ સમિતિમાં સેક્રેટરી પદે હોદ્દેદાર હોવાનું માનવામાં આવે છે.

  • હોમ
  • રાજકોટ
  • 'રાધિકાને બીજા સાથે હતા સેક્સ સંબંધ, તેથી પતાવી દીધી' કોંગ્રેસની નેતાના હત્યા કેસમાં પતિએ કરી શું કબૂલાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.