રાજકોટઃ અઢી વર્ષના પ્રેમપ્રકરણમાં એવું તો શું થયું કે પ્રેમીએ પ્રેમિકાને છરીના 18 ઘા મારી પતાવી દીધી?
બગીચામાં મળેલા આ પ્રેમીઓ અચાનક ઝઘડી પડ્યા હતા અને ભાવેશ અચાનક છરી સાથે તેના પર તૂટી પડ્યો હતો. બીજી તરફ ભાવિકાએ બચાવો-બચાવોની બૂમો પાડી હતી. લોકો આ તરફ દોડીના આવ્યા હતા. તે પહેલા ભાવેશે ભાવિકા પર હુમલો કરી દેતાં તે જમીન પર ઢળી પડી હતી, તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, ભાવેશ વેગડા એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને કાલાવડ રોડ પર આવેલી હોસ્ટેલમાં રહે છે. જ્યારે અમરેલીની ભાવિકા દાફડા પણ રાજકોટની હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. બંને છેલ્લા અઢી વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. જોકે, છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે કોઈ કારણસર માથાકૂટ ચાલી રહી હતી. ત્યારે ગઈ કાલે તેઓ નટેશ્વર મંદિર પાસે આવેલા બગીચામાં મળ્યા હતા. દરમિયાન માથાકૂટ થતાં ભાવેશ ઉશ્કેરાઇ ગયો હતો અને ભાવિકાને છરીના ઉપરા-ઉપરી 18 ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી.
રાજકોટઃ શહેરની હોસ્ટેલમાં રહેલીને અભ્યાસ કરતાં એક કોલેજિયન યુવકે હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીને છરીના 18 ઘા મારીને હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા દોઢ વર્ષથી એકબીજાને પ્રેમ કરતાં આ યુવકે યુવતીની હત્યા કરી નાંખી હતી. આ હત્યારો પ્રેમી સીસીટીવીમાં કેદ થઈ જતાં તેને પકડી લીધો હતો. ધરપકડ કરીને તેની પૂછપરછ કરતાં સમગ્ર હત્યા પરથી પડદો ઉંચકાયો હતો.
ભાવેશ ભાવિકાની હત્યા કરીને ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, કોઈ રાહદારીએ આ અંગે પોલીસને જાણ કરતાં તેને નજીકમાંથી જ ઝડપી પાડ્યો હતો. આ પછી પોલીસે સ્થળ પર તપાસ કરતાં યુવતીની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતીને છરીના 18 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી. વધુ તપાસ કરતાં હત્યારો ભાવે હાથસણી ગામનો ભાવેશ હીરજી વેગડા હોવાનું જાણવા મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -