✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ ભાભીના અનૈતિક સંબંધોની યુવકને પડી ગઈ ખબર, જાણો પછી શું આવ્યો કરુણ અંજામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jun 2017 10:40 AM (IST)
રાજકોટઃ ભાભીના અનૈતિક સંબંધોની યુવકને પડી ગઈ ખબર, જાણો પછી શું આવ્યો કરુણ અંજામ?
1

પાણીના સમ્પ તરફના રસ્તે રાજાએ આગળ જતાં બાઇકને જીપથી ટક્કર મારતા મુકેશ પડી ગયા બાદ તેને જીપ સાથે 25 ફૂટ સુધી ઢસડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યામાં દેવાભાઇની સંડોવણી અંગે તપાસ થઇ રહી છે. અકસ્માતમાં બાઇક 25થી 30 ફૂટ ઢસડાયેલું હોવાના નિશાન હતા.

2

મુકેશે પિતાને ભાભીના આડાસંબંધની જાણ કરી હતી. જેથી પિતાએ પુત્ર રાજાને પત્ની વાસંતીને કાબૂમાં રાખવા કહ્યું હતું. પત્નીના આડા સંબંધ અંગે ભાઇ મુકેશે પિતાને વાત કર્યાની જાણ થતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. સોમવારે બપોરે 12:15 કલાકે મુકેશ બાઇક લઇને પાણીના સમ્પ તરફ જઇ રહ્યો હતો ત્યારે રાજા પણ પત્ની સાથે આડા સંબંધ રાખનાર દેવાની યુટિલિટી જીપ લઇને પાછળ ગયો હતો.

3

તપાસમાં બહાર આવેલી વિગત મુજબ મુકેશે રૈયાની સીમમાં જાફરભાઇ ઉમરભાઇની વાડી વાવવા રાખી હતી. વાડીમાં મુકેશની સાથે તેનો ભાઇ રાજા, મુકેશની પત્ની મનુબેન અને રાજાની પત્ની વાસંતીબેન રહેતા હતા. જ્યારે પિતા મોહનભાઇ ચોટીલાના રોજાસરા ગામ રહે છે. રાજાની પત્ની વાસંતીને નજીકની વાડીમાં રહેતા દેવાભાઇ નામના શખ્સ સાથે આડા સંબંધ હતા.

4

આ અકસ્માતના કેસની તપાસમાં પોલીસને પ્રથમ દ્રષ્ટિએ શંકા ઉપજી હતી. જેથી વધુ તપાસ કરતાં આ અકસ્માત નહીં, પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું હતું. હત્યા કરનારની પત્નીને અન્ય સાથે આડાસંબંધ હોવાની મુકેશે પિતાને જાણ કરી દેતા ખુન્નસે ભરાયેલા રાજાએ સગાભાઇને ક્રૂરતાથી પતાવી દીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે મોડી રાતે હત્યારાને સકંજામાં લઇ લીધો હતો.

5

આ અંગેની વિગત એવી છે કે, રૈયાગામની સીમમાં રહીને ભાગમાં વાડી વાવતા મુકેશ મોહનભાઇ રોજાસરા (ઉ.વ.35) સોમવારે બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે તેના સગા મોટાભાઇ રાજાએ રૈયાગામ નજીક પાણીના સમ્પ પાસે યુટિલિટી જીપની ઠોકરે ચડાવી 25 ફૂટ ઢસડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા જીપ મૂકીને રાજા ભાગી ગયો હતો.

6

રાજકોટ: શહેરના રૈયા ગામની સીમમાં રહેતા યુવકને ભાભીના અનૈતિક સંબંધની જાણ થઈ જતા જીવ ખોવાનો વારો આવ્યો છે. યુવકને ભાભીના અન્ય વ્યક્તિ સાથેના પ્રેમસંબંધની જાણ થઈ જતાં તેણે પોતાના પિતાને આ અંગે વાત કરી દેતા મોટો ભાઈ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે નાના ભાઈને જીપ નીચે કચડીને મારી નાંખ્યો હતો અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ ભાભીના અનૈતિક સંબંધોની યુવકને પડી ગઈ ખબર, જાણો પછી શું આવ્યો કરુણ અંજામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.