રાજકોટઃ યુવતીને સાથે કામ કરતાં યુવક સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું આવ્યો વળાંક?
યુવક યુવતીને લગ્નની લાલચ આપીને ફરવા પણ લઈ જતો હતો. યુવતીને જંગલેશ્વર વિસ્તાર, આજી નદીના પટ અને પ્રદ્યુમન પાર્ક પાસે લઇ જઇ અવાર-નવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, યુવતીને લગ્નનું વચન આપ્યું હોય અને અત્યારે લગ્ન કર્યા વગર ભાગી જતા યુવતી પોલીસ સ્ટેશન પહોંચી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App22 વર્ષીય મુસ્લિમ યુવતીની ફરિયાદ છે કે, અર્જુન અને તે એક વર્ષ પહેલા એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને ઓળખાણ થયા પછી બંને વચ્ચે પ્રેમ થયો હતો. અર્જુને જે તે વખતે સમય આવ્યે લગ્ન કરી લઇશું, તેમ કહ્યું હતું. એટલું જ નહીં, આપણો ધર્મ અલગ હોવાથી ઘરે કોઇને વાત ન કરતી તેમ કહી લલચાવી ફોસલાવી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.
રાજકોટ: મૂળ મધ્યપ્રદેશના અને હાલ થોરાળા-૧૫માં રહેતાં અર્જુન દેવચંદભાઇ મારકામ અને મુસ્લીમ યુવતી સાથે કારખાનામાં કામ કરતા હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. યુવકે મુસ્લિમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.
યુવતીએ પોલીસને એવું પણ જણાવ્યું હતું કે, હાલમાં અર્જુન જામનગર તરફની કોઈ યુવતીને ભગાડી ગયો છે. મહિલા પોલીસે ૨૨ વર્ષીય યુવતિની ફરિયાદ પરથી અર્જુન સામે આઇપીસી ૩૭૬ મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા દોડધામ આદરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -