મોરબીઃ યુવક સાથે રંગરેલીયા મનાવતી યુવતીને પતિ જોઇ ગયો, જાણો પછી કેવો આવ્યો કરુણ અંજામ?
આ અંગેની વિગતો એવી છે કે, ગત 29મી નવેમ્બરે નવા જાંબુડિયા ગામ પાસેથી ભાઈલાલભાઈ ઠાકોર(ઉ.વ.30)ની મફલર વડે ટૂંપો દીધેલી લાશ મળી આવી હતી. પોલીસે તેના ભાઈની ફરિયાદના આધારે તપાસ કરતાં તેનો રેલો યુવક જ્યાં નોકરી કરતો હતો તે મોટો સિરામિક સુધી પહોંચ્યો હતો. પોલીસે તેના કોન્ટ્રાક્ટર રામસિંગ માનીયા આદિવાસીની શંકાના આધારે અટક કરી પૂછપરછ કરતાં આ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીઃ ગત 29મી નવેમ્બરે મોરબીના નવા જાંબુડિયા ગામમાં ગળેટૂંપો દીધેલી હાલતમાં મળેલી યુવકની લાશ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ યુવકની લગ્નત્તર સંબંધોને કારણે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ યુવકને યુવતી સાથે સેક્સ સંબંધને કારણે જીવ ગુમાવવો પડ્યો છે. પોલીસે આરોપીને પકડતાં તેણે આ યુવકના પોતાની પત્ની સાથે સેક્સ સંબંધો હોવાનો ખુલાસો કર્યો છે.
જેમણે ગત 29મી નવેમ્બરે જાંબુડિયા ગામ નજીકની શાળા પાસે સુમસામ વિસ્તારમાં ભાઇલાલની મફલર વડે ટુંપો દઈને તેની હત્યા કરી નાંખી હતી. તેમણે પહેલા ભાઇલાલને ગળે ટૂંપો આપ્યો હતો અને પછી તેના પર પથ્થરથી પ્રહારો કર્યા હતા. દરમિયાન તેમની વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેમાં એકને ઇજા પણ થઈ હતી. આ પછી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આરોપી રામસિંગે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, તેની પત્ની બદલી અને ભાઇલાલના લગ્નેત્તર સંબંધો હતો. રામસિંગે પત્ની અને ભાઇલાલને ટોઇલેટમાં સેક્સ માણતાં રંગેહાથે ઝડપી લીધા હતા. આ પછી તેણે ભાઇલાલનો કાંટો કાઢવાનું વિચારી લીધું હતું. રામસિંગે પહેલા પત્નીને વતન મધ્યપ્રદેશ મોકલી દીધી હતી. આ પછી ત્યાંથી પોતાના મિત્રો રાજેશ પુન્જીયા ભુરીયા, વિનોદ ધના ડામોર બંને મિત્રો તેમજ એક ત્રીસ વર્ષના યુવકને 20 હજાર રૂપિયાની સોપારી આપીને બોલ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -