ભાજપ-કોંગ્રેસ સિવાય એક પણ ઉમેદવારને 1000થી વધારે મત મળ્યાં નહીં, જાણો કયા ઉમેદવારને કેટલા મત મળ્યાં?
જસદણ ઓવરઓલ પરિણામ પર નજર કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70,283 મત મળ્યાં હતાં, જ્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90,262 મત મળ્યાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય વીપીપી પાર્ટીના ઉમેદવાર ઘાપા ધમરશી રામજીને 755, એનબીએનએમના ઉમેદવાર ડો.દિનેશ શના પટેલને 213 મત મળ્યા હતા. ચિત્રોડા નાથા પુંજા અપક્ષને 144, ભેંસજાળિયા મુકેશ મોહન-અપક્ષને 198, મધુ નિરૂપા નટવરલાલ-અપક્ષને 331 અને માકડિયા ભરત જેશાને 993 મત મળ્યાં હતા. મહત્વાની વાત એ છે કે નોટાને 2146 મત મળ્યા હતાં.
આ બંને સિવાયના તમામ 6 ઉમેદવારોને ધારાધોરણ પ્રમાણે મત ન મળતાં ડિપોઝિટ જપ્ત લઈ લેવામાં આવી હતી. જસદણ બેઠકમાં કુલ 2,32,116 મતદારોમાંથી 1,65,325 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અપક્ષના ઉમેદવાર ચિત્રોડા નાથાલાલ પુંજાભાઈને તો માત્ર 144 મત જ મળ્યાં હતાં. જ્યારે અન્ય એક અપક્ષ ઉમેદવાર ભેંસજાળિયા મુકેશ મોહનને પણ 198 મત મળ્યા હતા.
રાજકોટ જિલ્લાની 72-જસદણ વિધાનસભા બેઠક પર કુલ 8 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90,262 મત મળ્યા હતા. તેમનો 19,976 મતોથી વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70,283 મત મળ્યાં હતાં.
રાજકોટ: જસદણ પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસનો ગઢ ગણાતી જસદણની બેઠક પર કમળ ખીલ્યું છે. આ ચૂંટણીમાં સીધો જંગ ભાજપ અને કોંગ્રેસનો હતો પરંતુ આ બંને ઉમેદવારો સિવાય અન્ય 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવારને 90 હજાર અને કોંગ્રેસના ઉમેદવારને 70 હજાર જેટલા મતો મળ્યા હતાં તો બીજી તરફ અપક્ષના એક ઉમેદવારને માત્ર 198 મત જ મળ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -