હાર્દિક પટેલને કિડનીની જરૂર પડશે તો ક્યા પાટીદાર યુવાને કિડની આપવાનું કહ્યું? જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની 14માં દિવસે તબિયત લથડતાં તેને સોલા સિવિલ હોસ્પિટલે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટમાં રહેતા દિવ્યેશ લાલજીભાઈ કોરાટ નામના યુવાને હાર્દિકને કોઈ પણ સમયે કીડનીની જરૂર પડે ત્યારે પોતાની કીડની આપી દેવા માટે સોગંદનામું કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી ત્યાર બાદ હાર્દિકની તબિયત લથડતાં તેને સોલો સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી જોકે અચાનક રાતે તેને એસજીવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
દિવ્યેશ પટેલ પરિવાર સાથે રહે છે અને ક્ન્સ્ટ્રક્શનનું કામ કરે છે. દિવ્યેશ રાજીખુશીથી જીવ કાયમ રાખીને પોતાની એક કીડની આપવા ઈચ્છે છે. આ સોંગદનામું કોઈના ધાક-ધમકી, દબાણથી આ સોંગદનામું કરતો નથી. દિવ્યેશને આ સોંગધનામાથી કોઈ વાંધો કે તકરાર નથી કે ભવિષ્યમાં પણ કોઈ પણ જાતનો વાંધો કે તકરાર લેશ નહીં.
આ સોંગદનામાંમાં તેણે લખ્યું હતું કે, હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા હાર્દિક પટેલની કીડની ડેમેઝનો રીપોર્ટ આપવામાં આવે તો કીડનીની જરૂરીયાત ઉભી થાય ત્યારે હું મારી બંને કીડનીમાંથી એક કીડની આપવા તત્પર છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -