અહીં 60 કરોડના ખર્ચે બની રહ્યું છે પાટીદારોનું ખોડલધામ, 17મીથી ભવ્ય કાર્યક્રમો, સર્જાશે કયો વર્લ્ડ રેકોર્ડ, જાણો

મંદિરનું નિર્માણ કરનારા ઈજનેર ત્રિવેદીભાઈએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષની મહેનત બાદ આ મંદિરનું નિર્માણ પુરુ થયું છે. મંદિર સોમપુરા શૈલીમાં નિર્માણ કરાયું છે. મંદિર બનાવવા માટે ખાસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પસંદગીના પથ્થરો મંગાવવામાં આવ્યા છે.
21 જાન્યુઆરીએ જ્ઞાતિ સુધારણા પ્રતિજ્ઞા અને સમૂહ રાષ્ટ્રગાનનો ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાશે. ત્રણ લાખ લોકો એક સાથે રાષ્ટ્રીય ગીત ગાશે. વિશ્વનું પ્રથમ એવું મંદિર હશે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે.
એક અહેવાલ અનુસાર, છેલ્લા દોઢ વર્ષથી રથ આમંત્રણ આપવા માટે 18 જિલ્લા, 452 તાલુકા અને 3500થી વધુ ગામમાં લાખ કિલોમીટર ફર્યો હતો. બીજો રેકોર્ડ જ્ઞાતિ દ્વારા 1008 હવન કુંડનો રેકોર્ડ નોંધાશે. મંદિરના નિર્માણ સાથે વિવિધ દેવી દેવતાઓની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.
ખોડલ ધામના ટ્રસ્ટી પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, મંદિરના નિર્માણ માટે પટેલ સમાજના દાતાઓએ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. ખોડલધામ મંદિરના આયોજક કમિટીએ આ મહોત્સવને યાદગાર અને વિક્રમી બનાવવા આયોજન કર્યું છે. અહીં દેશ વિદેશમાંથી 50 લાખ પાટીદારો ઉપસ્થિત રહેશે.
ઉપરાંત સોરાષ્ટ્રના આઠ જિલ્લામાંથી પણ મંદિરમાં બિરાજિત થનાર દેવ દેવીઓની મૂર્તિઓની શોભાયાત્રા નીકળીને બપોર 12 વાગ્યા સુધીમાં કાગવડ પહોંચશે. જોકે મંદિર માટે કેટલું દાન આવ્યું તેનો આંકડો હજુ સુધી ટ્રસ્ટીઓ દ્વારા જાહેર કરાયો નથી.
મળતી વિગતો અનુસાર, આ મંદિરના નિર્માણમાં 60 કરોડ રૂપિયાના જંગી ખર્ચ કરવામાં આવશે. મંદિરના જગતી સ્તર પર 129 પટેલ પેનલ બનાવામાં આવશે. પેનલમાં ખેડૂતપુત્રની ઉત્પત્તિથી લઇ આજ સુધીની સ્થિતિનું વર્ણનની કોતરણી કરેલી મૂર્તિ મૂકવામાં આવી છે.
રાજકોટ- રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે ખોડલ માતાજીનું ભવ્ય મંદિર થઇ રહ્યું છે. આગામી સમયમાં ખોડલધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આગામી 17થી 21 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે. સમગ્ર લેઉવા પટેલ સમાજ કાગવડ ખાતે ઉમટી પડશે.
17મી જાન્યુઆરીએ સવારે 8 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાનમાંથી મંદિરમાં સ્થાપિત થનારી ખોડિયાર માતાજીની મુખ્ય મૂર્તિ સાથેની શોભાયાત્રા નીકળીને કાગવડ પહોંચશે. યાત્રા 30-35 કિ.મી. લાંબી હશે, જેમાં 3 હજાર કાર, 7 હજાર બાઇક, 300 બસ, ફલોટ્સ જોડાશે.
મંદિરમાં હાલ પટેલ સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી પથ્થરની કોતરણી કરેલી 10 પેનલ મૂકવામાં આવી છે અને બાકીની આગામી સમયમાં પેનલ મૂકવામાં આવશે. શિલ્પકૃતિમાં પટેલ સમાજનો ખમીરવંતો ઇતિહાસ અહીં જીવંત થશે.