રાજકોટ: નવા વર્ષની રાતે ગેંગવોર, બે રીઢા ગુનેગારોના મોત, એકની માતાએ લગાવ્યો એન્કાઉંટરનો આરોપ
રાજકોટમાં મોડી રાત્રે બે રીઢા ક્રિમિનલ વચ્ચે ગેંગવોર થઈ હતી. જેમાં બેની હત્યા થઈ છે. શહેરના નવા થોરાળા વિસ્તારમાં મોડી રાત્રે આ ગેંગવોર થઈ હતી. જેમાં શક્તિસિંહ ઉર્ફે પેડો અને લુણાગરિયા નામના આ ક્રિમીનલો વચ્ચે મારામારી થઈ હતી. શક્તિના માતા ગીતાબેને આક્ષેપ કર્યો હતો કે, મારા પુત્રનું એન્કાઉન્ટર થયું છે. પોલીસ મર્ડરના કેસમાં ખપાવી દેવા માંગે છે. હું છેલ્લા પાંચ વર્ષથી દારૂનો ધંધો કરૂ છું. પોલીસને હપ્તા પણ આપું છું. દારૂના ધંધાથી જ મારા પુત્રને ઉછેરીને મોટો કર્યો છે. પરંતુ છેલ્લા થોડાક સમયથી પોલીસ રોજ અમારા ઘરે આવી મને અને મારા પુત્રને હેરાન કરતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મારામારીમાં ગુનેગારોની હત્યા થતાં શહેર પોલીસ પણ દોડતી થઈ હતી. ઘટના બાદ વહેલી સવારે પોલીસે સામ સામે ફરિયાદ નોંધી છે.
મૃતક શક્તસિંહ પર પોલીસકર્મીની હત્યા, લૂંટ, મારામારી, છેડતી, સહિત 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. અને તે મહિલા બુટલેગરનો પુત્ર છે. . 14 વર્ષ ઉંમરથી લઈને 18 વર્ષ સુધીની ઉંમરમાં શક્તિસિંહે અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો. શક્તિસિંહ વિરુદ્ધ બે દિવસ પહેલા જ ઘરમાં યુવતીની છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો હતો.
મૃતક પ્રકાશ લુણાગરિયા
- - - - - - - - - Advertisement - - - - - - - - -