રાજકોટઃ લિવ-ઈનમાં રહેતા યુવકને પરીણિતા સાથે બંધાયા સંબંધ, બંને પ્રેમિકાને એક ઘરમાં રાખી કરતો અય્યાશી, પછી શું થયું?
યુવક એક જ ઘરમાં બંને પ્રેમિકા સાથે રંગરેલિયાં મનાવતો. પ્રેમી હાજર હોય ત્યારે કંઈ ના થતું પણ ગેરહાજરીમાં બંને વચ્ચે ઝગડા થતા. આ ઝગડામાં જૂની પ્રેમિકાએ પરીણિતાને સળગાવીને મારી નાંખી હતી ને પછી તેને આત્મહત્યામાં ખપાવી હતી. જોકે,નવ મહિના પછી પાપનો ભાંડો ફૂટતાં પોલીસે યુવતીની ધરપકડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય પછી તેજલ કાના સાથે ભાગી ગઈ હતી. સાત વર્ષથી તેજલ પતિ અને સંતાનોને છોડી કાના સાથે રહેવા લાગી હતી. કાના સાથે લગ્ન વગર સપના ઉર્ફે જીણી નામની યુવતી પણ લિવ-ઈ રીલેશનમાં રહેતી હતી. કાનો બંને સાથે શારીરિક સંબંધો બાંધી અય્યાશી કરતો હતો.
આ કારણે સપનાને તેજલની ઈર્ષા થતી. બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. આ ઈર્ષાના કારણે જ સપનાએ જ તેજલબેનને જીવતા સળગાવી નાખી હતી. અશોકની ફરિયાદને પગલે ગાંધીગ્રામના પીઆઇ ભાટુ અને રાઇટર ભાનુભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે સપના ઉર્ફે જીણીને ઝડપી લીધી હતી.
સપનાને આ નહોતું ગમ્યું અને તેણે તેજલને કાનાને છોડીને પોતાના પરિવાર પાસે જતી રહેવા કહ્યું હતું પણ તેજલ કાનાને છોડવા તૈયાર નહોતી. બંને વચ્ચે એ મુદ્દે ઝઘડો થતો હતો. 16 જૂનના બોલાચાલી થતાં તેજલે પોતાને મારી નાખવાનું કહ્યું હતું.
તેના કારણે ઉશ્કેરાયેલી સપનાએ બાજુમાં પડેલા ડબલામાંથી કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી. એ પછી તેણે તેજલે આપઘાત કરી લીધો હોવાનું કહ્યું હતું. આમ એક જ યુવકને પામવા બે યુવતી વચ્ચે થયેલી તકરારમાં મામલો હત્યા સુધી પહોંચી ગયો છે.
પોલીસની પૂછપરછમાં ભાંગી પડેલી સપનાએ જણાવ્યું કે, પોતે કાનાને પ્રેમ કરતી હતી અને તેના કારણે પરિવારને છોડીને તેની સાથે લગ્ન વગર પણ રહેતી હતી. બીજીતરફ તેજલને પોતાનો સંસાર હોવા છતાં કાનાની પાછળ પડી હતી. તેણે કાનાને પોતાની હવસ સંતોષવા ફસાવ્યો અને પછી તેની સાથે આવીને રહેવા લાગી.
અશોક પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે મજૂરીકામ કરે છે અને તેના લગ્ન 16 વર્ષ પૂર્વે તેજલ સાથે થયા હતાં. લગ્નજીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી થઇ હતી. દરમિયાનમાં તેજલને જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારિયામાં રહેતા કાના સાથે પ્રેમસંબંધ બંધાયો હતો ને બંને ખાનગીમાં મળી શારીરિક ભૂખ સંતોષતાં.
આ ઘટનાની વિગત એવી છે કે, ચુનારાવાડમાં રહેતા અશોકભાઇ રવજીભાઇ પરમારે (ઉ.વ.36) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે પોતાની પત્નિની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેણે પત્નિની હત્યાની આરોપી તરીકે સપના ઉર્ફે ઝીણી નામની યુવતી હોવાનું કહ્યું હતું.
રાજકોટઃ રાજકોટમાં જામનગર રોડ પર પ્રેમિકા સાથે લિવ-ઈ રીલેશનમાં રહેતા યુવકને એક પરીણિત યુવતી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ પરીણિત યુવતી પતિ તથા સંતાનોને છોડીને ભાગી ગઈ હતી. તેના પ્રેમીએ લિવ-ઈનમાં સાથે રહેતી પોતાની પ્રેમિકા સાથે જ આ નવી પ્રેમિકાને રાખવા માંડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -