રાજકોટઃ ડમ્પરનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત, કારનું વળી ગયું પડીકું, 2નાં મોત
અકસ્માત બાદ હાઇવે પર કપચીનો ઢગલો થઈ ગયો હતો. જેના કારણે ટ્રાફિકજામ થયો હતો અને વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ રાજકોટ - અમદાવાદ હાઈવે ઉપર શનિવારે સાંજે વિચિત્ર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ રાજકોટ- અમદાવાદ હાઈવે ઉપર સાત હનુમાન મંદિરથી આગળ જલાલશાહ પીરની દરગાહ પાસે ગત સાંજે પસાર થઈ રહેલ કપચી ભરેલ ડમ્પરનું ટાયર ફાટતા તે ડીવાઈડર કૂદીને પલ્ટી મારીને સામેની સાઈડ જતુ રહ્યુ હતું અને સામેથી આવતી બોલેરો સાથે અથડાયુ હતું.
અકસ્માતના કારણે બોલેરો કારનું પડીકું વળી ગયું હતું. જેમાં બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં પીડબલ્યુડીના કર્મચારીનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -