રાજકોટઃ સર્વિસ કોન્ટ્રાક્ટ પર ઘરમાં રહેતી યુવતી પર પ્રોફેસર ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે થયો પર્દાફાશ?
રાજકોટ: ક્રાઇસ્ટ કોલેજના પ્રોફેસર રક્ષિત રૈયાણીની તેના ઘરે સર્વિસ કોન્ટ્રાક્ટ પર રહેતી યુવતીએ બળાત્કારની ફરિયાદ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે યુવતીની ફરિયાદને આધારે પ્રોફેસર અને મદદગારી કરનારા તેના માતા-પિતાની પણ ધરપકડ કરી છે. આ એજ પ્રોફેસર છે, જેની પત્નીએ થોડા સમય પહેલાં જ પતિને કેટલીય સ્ત્રીઓ સાથે સંબંધ હોવાની ફરિયાદ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, મૂળ જામનગરની અને હાલ રાજકોટ ખાતે પ્રોફેસરના ઘરે રહેતી 24 વર્ષીય યુવતી ગત તારીખ 7મી માર્ચે ઘરેથી ભાગી ગઈ હતી અને જામનગર આવી ગઈ હતી. તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં આ યુવતીએ સિલ્વર પાર્કમાં રહેતા રક્ષિત પરસોત્તમ રૈયાણી (ઉ.વ.૩૩) સામે બળાત્કાર અને માનસિક ત્રાસની ફરિયાદ કરી છે.
તેમજ તેના પિતા પુરૂષોતમ લાધાભાઇ રૈયાણી (ઉ.વ.૭૦) અને માતા હિનાબેન પુરૂષોતમભાઇ રૈયાણી (ઉ.વ.૬પ) સામે મદદગારીની ફરિયાદ કરતાં તેમની ધરપકડ કરી રીમાન્ડ લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. રક્ષિત રૈયાણી છોકરીઓનો શોખીન હોવાથી અલગ-અલગ સ્ત્રીઓ સાથે સંબંધો રાખ્યા બાદ તરછોડી દઇ છોકરીઓની જીંદગી બરબાદ કરતો હોવાની ફરીયાદ તાજેતરમાં જ તેની પત્નીએ કરી હતી.
તેની પત્નીએ મુખ્યમંત્રી નિવાસ સમક્ષ ધરણા કરી ત્રાસદાયી પતિ સામે પગલા લેવા માંગણી કરી હતી. યુવતીની ફરિયાદ છે કે, ગત પહેલી માર્ચે તેને માંડવી ગેસ્ટહાઉસમાં માતા-પિતા સાથે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.
અગાઉ ગત ૧૦મી જાન્યુઆરીથી તે નાસી છૂટી તે દરમિયાન પ્રોફેસરે તેની સાથે અનેક વખત બળજબરી કરી હતી. મહિલા પોલીસે ત્રણેયની ધરપકડ કરી કડક પુછપરછ આદરી છે. આજે સાંજે તમામને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરી બળાત્કાર સંબંધી પુરાવા એકત્રીત કરવા તપાસનીસ ટુકડી આગળ વધશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -