રાજકોટઃ 42 વર્ષના કોન્સ્ટેબલે 13 વર્ષની સગીરા સાથે પરાણ બાંધ્યા સેક્સ સંબંધ, પછી ભગાડીને લઈ ગયો, જાણો પછી શું થયું ?
રાજકોટમાં 42 વર્ષીય નરાધમ પોલીસમેન રામજી મોહન ડાભીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઈને પોલીસમેન પર ફિટકાર વરસી રહ્યો છે અને સગીરાના પરિવાર પણ આરોપી પોલીસમેનને સખત સજા આપવામાં આવે અને સંડોવાયેલા અન્ય શખ્સો પણ જેલ હવાલે થાય તેવી માગણી કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાભી બે માસ પહેલા સગીરાને ભગાડી ગયો હતો. ડાભી સગીરાને કંઈ કંઈ જગ્યાએ લઇ ગયો હતો તે અંગે હાલ પ્રદ્યુમનનગર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પોક્સોની કલમ દાખલ કરી આરોપી ડાભીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
બે દિવસ પહેલાં ગરબી દરમિયાન સગીરા તેના પરિવારજનોને જોવા મળી હતી. જેથી પોલીસને સાથે રાખી તપાસ કરતાં ડાભીના ઘરમાંથી જ સગીરા મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ ડાભીએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. 42 વર્ષીય ડાભી શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ હતો.
રાજકોટ: રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય રામજી મોહન ડાભીએ 13 વર્ષની સગીરા સાથે પરાણે સેક્સ સંબંધ બાંધ્યા હતા અને પછી તેનું અપહરણ કરી ભગાડી ગયો હતો. તેણે આ સગીરા સાથે બબ્બે મહિના સુધી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી છે.
એક માસ બાદ ડાભી સગીરાને રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા ક્વાર્ટરમાં લઈ આવ્યો હતો અને ત્યાં ગોંધી રાખી હતી. ક્વાર્ટરમાં પણ તે રોજ સગીરા સાથે સેક્સ માણતો હતો. ડાભીએ સગીરાને, કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.
રાજકોટના ભોમેશ્વરવાડી વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરા સાથે પોલીસમેન રામજી મોહન ડાભીએ 2 માસ પહેલાં સેક્સ સંબંધ બાંધ્યા હતા અને પછી તેનું અપહરણ કરી ગયો હતો. ત્યાર બાદ ડાભી સગીરાને પોતાના મિત્રના ગામ દુધઈ લઈ ગયો હતો. જ્યાં સગીરા પાસે ખેતમજૂરી કરાવી તેની સાથે સેક્સ માણતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -