રાજકોટઃ પૂરપાટ આવતી ઓડી કારે ટ્રાફિક વોર્ડનને લીધો અડફેટે, ચાલક કાર મૂકી ફરાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Nov 2018 10:23 AM (IST)
1
ગાંધીગ્રામ પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. જ્યારે ટ્રાફિક વોર્ડનની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ ઘટના બાદ પોલીસે નજીકના CCTVના ચેકીંગની શરૂઆત કરી છે.
2
રાજકોટઃ માધાપર ચોકડી પાસે ગઈ કાલે મોડી રાત્રે પૂરપાટ આવતી ઓડી કારે ટ્રાફિક વોર્ડનને ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રાફિક વોર્ડનને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે હિટ એન્ડ રનની ઘટના પછી ચાલક ફરાર થઈ ગયો હતો.
3
4
5
આ અંગેની વિગતો એવી છે કે, GJ 02 BH 5413 નંબરની કાર બેકાબૂ બનતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ તપાસમાં ઓડી કાર વલ્લભ બાબરીયા નામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે. કાર તેમનો પુત્ર સચિન બાબરીયા ચલાવતો હોવાનું અને તેની સાથે તેનો મિત્ર હોવાની પોલીસને શંકા છે.