રાજકોટઃ પત્નીને પાડોશી સાથે સેક્સસંબંધની જાણ હોવા છતા પણ પતિ કેમ હતો ચૂપ? શું કર્યો ખુલાસો?
મુકેશના હત્યારા રાજાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, પોતાની પત્નીના લફરાથી વાકેફ હતો. પોતાને બીમારી હોઇ પોતે અશકત હતો. વળી દેવા તરફથી આર્થિક મદદ પણ મળતી હતી. આથી પોતે જાણતો હોવા છતાં પત્નીની પ્રેમલીલા સામે આંખ આડા કાન કરતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુકેશ ઉર્ફ લઘરાએ પોતાના બાપુજી મોહનભાઇને ભાભીના દેવા કોળી સાથે અનૈતિક સંબંદો હોવાની જાણ કરી દેતાં મોહનભાઇ તરફથી રાજા અને તેની ઘરવાળીને ઠપકો મળ્યો હતો. આ કારણે ખાર રાખી હત્યા કર્યાનું રાજાએ કબુલ્યું હતું. પોલીસને એવા પુરાવા પણ મળ્યા હતાં કે સગા ભાઇને પતાવી દીધા બાદ તેના જ મોબાઇલ ફોનથી રાજાએ પોતાની પત્નીના પ્રેમી દેવા કોળીને ફોન કરી મુકેશને મારી નાંખ્યાની વાત કરી હતી.
મુળ ચોટીલાના રાજપરાનો રાજા કોળી કેટલાક વર્ષથી રૈયામાં નાના ભાઇ મુકેશની બાજુની વાડીમાં પત્ની સાથે રહી ખેતી કરતો હતો. આ વાડીની બાજુમાં જ વાડી ધરાવતાં દેવા કોળી સાથે પોતાની પત્નીને આડાસંબંધ હોવાની વાતથી તે છ વર્ષથી વાકેફ હતો. પણ પોતે હરસ, આંતરડા સહિતની બીમારીને કારણે અશક્ત હોઇ તેમજ દેવા તરફથી આર્થિક મદદ પણ મળી રહેતી હોઇ જેથી પોતે આંખ આડા કાન કરતો હતો.
રાજકોટ: રૈયા ગામમાં પત્નીના અનૈતિક સંબંધો અંગે પિતાને જાણ કરી દેતા ગુસ્સે ભરાયેલા ભાઇએ પોતાના નાના ભાઈની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે મોટા ભાઈ રાજા મોહનભાઇ રોજાસરાની ધરપકડ કરીને પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -