ગુજરાત ભાજપના નેતાએ લીધી પ્રતિજ્ઞા, ‘જ્યાં સુધી પેટ્રોલ-ડિઝલના ભાવ 40 રૂપિયા નહીં થાય ત્યાં સુધી કાર નહીં ચલાવું’
રાજકોટ ભાજપના આગેવાન રમેશ રામાણીએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી પેટ્રોલ-ડિઝલના ભાવ 40 રૂપિયા નહીં થાય ત્યાં સુધી તેઓ કાર નહીં ચલાવે. કારના બદલે તેમણે સાયકલ પર નીકળવાનું શરૂ કર્યું છે. રમેશ રામાણીની સાથે તેમના જ વોર્ડના અન્ય 25થી વધારે લોકોએ આવી પ્રતિજ્ઞા લીધી છે. તેમનું માનવું છે કે અમે પહેલા સાયકલ ચલાવીશું તો જ બીજાને કહી શકીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ ગુજરાતના તમામ શહેરોમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર કરી ગયો છે. જેના કારણે આમ આદમી લઈ તમામ લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે રાજકોટ ભાજપના નેતાએ એક અનોખી પ્રતિજ્ઞા લીધી છે.
બિલ્ડર રમેશ રામાણીનું માનવું છે કે, 'આપણાં પીએમ મોદી દિવસના 18 કલાક કામ કરે છે. તો આપણે આપણા દેશ માટે આટલું તો કરી જ શકીએ.'
તેમણે એમ પણ કહ્યું કે, ' 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની જીત થવાની છે. અમે વિરોધપક્ષને શિખવવા માંગીએ છીએ કે માત્ર વિરોધ કરવાથી કંઇ નહીં ઉપજે પરંતુ કંઇ નક્કર પગલા લેવા પડશે. પહેલા કોંગ્રેસ પોતાના રાજ્ય છે ત્યાં પેટ્રોલના ભાવ ઘટાડીને બતાવે પછી અમને કહેજો.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -