રાજકોટઃ પત્નિ કોની સાથેના સંબંધો તોડવા દબાણ કરતી હતી તેથી ડોક્ટરે કરી લીધો આપઘાત ? જાણો ચોંકાવનારી વિગત
પૂજા અને વિપુલ વચ્ચે વોટ્સએપ પર થયેલી વાતચીત બહાર આવી છે. જેમા પૂજા દ્વારા ડોક્ટરના ભાઈ સાથે સંબંધ તોડવા દબાણ કરાઈ રહ્યુ હતું. તે ધમકી આપતી હતી કે મારી સાથે રહેવું હોય તો ભાઈ સાથે સંબંધ તોડો. જો ભાઈ સાથે રહેવું હોય તો મને ડિર્વોસ આપો. આ પ્રકારના માનસિક ત્રાસથી કંટાળીને વિપુલે પોતાના જીવનનો અંત આણ્યો હતો.
મળતી વિગતો અનુસાર, રાજકોટના બિગબજાર પાસે રહેતા બીટી સવાણી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ પારિયાએ પાંચ મહિના પહેલાં જ પૂજા નામની યુવતી સાથે લવમેરેજ કર્યા હતા. જો કે પાંચ મહિનામાં પૂજા સાથે લગ્ન કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો હતો. તેનાથી કંટાળી ગયેલા વિપુલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં વિપુલની પત્ની પૂજા અવારનવાર ટોર્ચર કરતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જો કે હાલ પૂજા અને તેનો પરિવાર ફરાર છે.
નોંધનીય છે કે વિપુલે આત્મહત્યા કર્યા પહેલા પોતાના ઘરમાં એક દિવાલ પર પોતાની પત્નીને ઉદ્દેશીને લખ્યું હતું કે, ‘પૂજા તું બહું જ ખોટું બોલે છે, મેં તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી. પૂજા અને ડોક્ટર વિપુલના થોડા સમય અગાઉ જ લવમેરેજ કર્યા હતા. પત્ની સાથે ઝઘડો થતા પતિએ આત્મહત્યા કરી હતી.
રાજકોટઃ રાજકોટમાં સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાના કેસમાં નવો ખુલાસો થયો છે. મૃતક ડોક્ટર વિપુલ પારિયાની પત્ની પૂજા વિપુલને તેના ભાઇ સાથે સંબંધ તોડી નાખવા માટે દબાણ કરતી હોવાના કારણે વિપુલે આત્મહત્યા કરી હતી. આ જાણકારી પૂજા અને મૃતક ડોક્ટર વચ્ચે વોટ્સએપ પર થયેલી વાતચીત પરથી મળી આવી છે.