હેડ કોન્સ્ટેબલના પુત્રને કોન્સ્ટેબલની પુત્રી સાથે થયો પ્રેમ, બંન્ને ભાગી ગયા પછી શું થયું, જાણો વિગત
હુમલામાં ઘવાયેલા ભૂપતભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડાંગર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાલુ કારે અપહરણકારોએ ભૂપતભાઇને મારજૂડ કરી હતી અને કાગદડી ગામની સીમમાં લઈ જઈ ત્યાં પાઈપ વડે ફટકાર્યા હતા. હેડ કોન્સ્ટેબલને ઢોર માર મારી હુમલાખોરો નાસી ગયા હતા.
કારની ઠોકરથી ભૂપતભાઇ નીચે પટકાયા હતા તે સાથે જ સ્કોર્પિયોમાંથી ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં જ ફરજ બજાવતો રાયધન લાવડિયા અને અન્ય ચારેક શખ્સો નીચે ઉતર્યાં હતા અને ભૂપતભાઇને બળજબરીથી કારમાં બેસાડી કાર હંકારી મૂકી હતી. આ ઘટના બની ત્યારે આસપાસના લોકોની અવર-જવર ચાલુ હતી.
ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં કેન્ટીન સંભાળતા હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઇ કાળાભાઇ સાગઠિયા સોમવારે બપોરે પોતાનું બાઈક ચલાવી કેમ્પ તરફ જઈ રહ્યા હતાં ત્યારે એક કાળા કલરની સ્કોર્પિયો ધસી આવી હતી અને બાઇકને ઠોકર મારી હતી.
રાજકોટ: રાજકોટની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતા બે પોલીસ પરિવારના સંતાનો વચ્ચેના પ્રેમપ્રકરણમાં યુવકના પિતાનું યુવતીના પિતા સહિતનાઓએ અપહરણ કરી માર મારતા ચકચાર મચી ગઈ હતી. હેડ કોન્સ્ટેબલના પુત્રને કોન્સ્ટેબલની પુત્રી સાથે પ્રેમ થયો હતો ત્યાર બાદ બન્ને ભાગી ગયા હતાં. જેના કારણે હુમલામાં ઘવાયેલા હેડ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -