રાજકોટઃ ટ્રકે ઈકો કારને ટક્કર મારતાં બંને વાહનો સળગ્યાં, કારમાં બેઠેલા સોની પરિવારના 8નાં કરૂણ મોત, જાણો વિગત
આ ઉપરાંત એક વ્યક્તિને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ છે. મોરબી તરફથી રાજકોટ આવી રહેલી ઇકો કાર રાત્રે નવેક વાગ્યે ટંકારા-કાગદડી વચ્ચે સાંઇ શક્તિ હોટેલ પાસે પહોંચી હતી ત્યારે મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક કાર સાથે ધડાકાભેર અથડાતાં રાજકોટના 8ના લોકોનાં મોત થયા હતા.
મહેશભાઇની હાલત પણ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં કલાડિયા પરિવારના અન્ય સભ્યો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી. ઈકો કારમાં સીએનજી ટાંકી ફુલ રખાવી હોવાથી આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રાજકોટ: રાજકોટ પાસે ટંકારા-કાગદડી વચ્ચે મંગળવારે રાત્રે બનેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા. કારમાં બેઠેલા રાજકોટના કલાડિયા પરિવારના પાંચ સભ્યો અને ગ્વાલિયરથી આવેલા તેમના સંબંધી દંપતી સહિત આઠનાં મોત નિપજ્યા હતા.
કલાડિયા પરિવાર લાકડિયા ગામે તેમના સુરાપુરા દાદાનો પાંચમનો મહોત્સવ મહોત્સવ પૂરો કરી ઇકો કારમાં પરત ફરતો હતો ત્યારે કાગદડી નજીક ગોઝારો અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં કારનો ચાલક ભડથું થઇ ગયો હતો, જ્યારે અન્ય સાતના ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યાં હતાં.
મૃતકોમાં મીતાબેન મહેશભાઇ કલાડિયા, તેમના પતિ મહેશભાઇ, ગ્વાલિયરથી આવેલા રાજેશભાઇ રસિકભાઇ કલાડિયા, ભાવનાબેન રાજેશભાઇ, વાણિયાવાડીમાં રહેતા બળદેવભાઇ ઠાકરશીબાઇ કલાડિયા, દેવપરામાં રહેતા રમેશભાઇ ઠાકરશીભાઇ કલાડિયા, તેમના પત્ની મીનાબેન, પુત્ર સાગર તથા મુકેશભાઇનો સમાવેશ થાય છે.