રાજકોટ-મોરબી હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં આગ લાગતા 8ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Jul 2018 10:38 PM (IST)
1
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.
2
ઘટનાની જાણ થતા 108ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. જ્યારે કારમાં સવાર તમામ લોકોના મૃતદેહને રાજકોટ ખાતે લઇ જવામાં આવી રહ્યા છે. મૃતકોના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
3
રાજકોટ: રાજકોટ-મોરબી હાઇવે પર રતનપર ગામ નજીક ઇકોકાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 8 લોકોના મોત થયા છે. ઇક્કો કાર સી.એન.જી હોવાથી ઘડાકાભેર અથડાતા તેમાં આગ ફાટી નિકળી હતી. અને આગ લાગતા કારના ડ્રાઇવર સહિત અન્ય 5 લોકો કાર સાથે બળી ગયા હતા.