રાજકોટઃ યુવતીએ આધેડને કેવી રીતે ફસાવ્યા હની ટ્રેપમાં, કોણ કોણ હતું આ કાવતરામાં સામેલ? જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોધિકાના નગર પીપળીયા ગામે રહેતા ગોરધનભાઇ પટેલના ભત્રીજાની સગાઇ કરવાની હોય રાજકોટની ફાલ્ગુની દિલીપભાઇ જોબનપુત્રા નામની યુવતીએ તેઓને ફોન કરી તેના ધ્યાનમાં યુવતી હોવાનું જણાવ્યું હતું. ગોરધનભાઇએ હા કહેતા ફાલ્ગુનીએ ગોરધનભાઇ તારપરા(પટેલ) અને તેના ભત્રીજા દિનેશ મોહનભાઇ તળાવીયાને નગર પીપળીયા પાસે ફોન કરી ગત બીજી જાન્યુઆરીએ બોલાવ્યા હતા.
આ સમગ્ર કારસ્તાન નગર પીપળીયાના રમેશ લખમણ રામાણીએ ઘડ્યું હતું. આ કાવતરા અંગે તેણે ઇશ્વરીયાના મનસુખ લીંબાસીયાને વાત કરી હતી અને મનસુખે રાજકોટના વિજયસિંહ મકવાણાને વાત કરતા તેણે ફાલ્ગુનીનો સંપર્ક કરી ગોરધનભાઇ સાથે સગાઇ અંગે વાતચીત કરવા જણાવ્યું હતું. તેમજ સગાઇના બહાને ફાલ્ગુનીએ બંનેને બોલાવી તોડનો કારસો રચ્યો હતો.
પોલીસે અલગ-અલગ ટુકડી બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નકલી પોલીસ રણજીત ભરવાડ, જયપાલસિંહ જાડેજા, વિજયસિંહ રણજીતસિંહ મકવાણા (રહે. પોપટપરા-રાજકોટ), મનસુખ કુંરજી લીંબાસીયા (રહે. મૂળ ઇશ્વરીયા) તથા રમેશ લખમણ રામાણી(રહે. નગર પીપળીયા) તથા ફાલ્ગુની જોબનપુત્રા (રહે. જંકશન પ્લોટ-રાજકોટ)ને દબોચી પુછપરછ કરતા સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.
પહેલા તો નકલી પોલીસે ૧૦ લાખની માંગણી કરી હતી. બાદમાં ૪.૭પ લાખ આપવાનું નક્કી કરી બધા છુટા પડ્યા હતા. ફરીયાદી ગોરધનભાઇની દીકરીના પ ફેબ્રુઆરીએ લગ્ન હોય પ તારીખ પછી રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પરંતુ સગવડતા ન થતા ગોરધનભાઇએ ગામના માજી સરપંચને વાત કરી હતી. આથી માજી સરપંચ સહીતના ગામના આગેવાનો લોધિકાના મહિલા પીએસઆઇ ગઢવીને મળ્યા હતા.
આ બંન્ને નકલી પોલીસમેને શું ખરાબ ધંધા કરો છો? તેમ કહી કાકા-ભત્રીજાના મોબાઇલ લઇ લીધા હતા અને બાદમાં પટેલ કાકા-ભત્રીજા અને ફાલ્ગુનીને વચ્ચે ઊભી રાખી ફોટા પાડી લીધા હતા. આ પછી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ગોરધનભાઇએ નગર પીપળીયાના રમેશ લખમણ રામાણીને ઓળખતા હોવાનું કહેતા આ બંન્ને તેને મધ્યસ્થી તરીકે બોલાવવાનું કહેતા રમેશ રામાણી આવ્યો હતો.
આથી નિયત સમય મુજબ ફાલ્ગુની નિકાવા આવી જતા ત્યાંથી ગોરધનભાઇ અને તેનો ભત્રીજો તેને તેડી લાવી વાડીએ લઇ ગયા હતા. જ્યાં હજુ તેઓ વાતચીત કરી રહ્યા હતા, ત્યાં જ રણજીત રતીભાઇ ભરવાડ (રહે. સત્યમ પાર્ક, મોરબી રોડ, રાજકોટ) તથા જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા (રહે. રેલનગર, પોપટપરા-રાજકોટ) નકલી પોલીસ બની આવ્યા હતા.
રાજકોટઃ લોધિકાના એક આધેડ અને તેના ભત્રીજાને રાજકોટની યુવતીએ હની ટ્રેપમાં ફસાવી 4.75 લાખ રૂપિયાનો તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાના ઘટના પ્રકાશમાં આવી છે. આધેડ અને યુવકને મળવા બોલાવી બંનેના યુવતી સાથેના ફોટા પાડી બ્લેકમેલ કર્યા હતા. જોકે, સમગ્ર ઘટના પોલીસ પાસે પહોંચતા આ તોડબાજ ટોળકી ઝડપાઇ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -