રાજકોટઃ યુવકને પરિણીતા સાથે બંધાયા શારીરિક સંબંધ, કોણ ચૂકવી તેની આકરી કિંમત?
આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટ મહાનગર પાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા 22 વર્ષીય મહેશ ચૌહાણ કાલાવડ રોડ પર પ્રેમમંદિરની પાછળ આવાસ યોજનાના ત્રણ માળિયા ક્વાર્ટરમાં પરિવાર સાથે રહે છે. તેની સાથે પત્ની કાજલ અને પુત્ર હસ્વિના રહે છે. શનિવારે બપોરે ચાર વાગ્યે પાંચ શખ્સોએ છરીના 8થી 10 ઘા મારીને ઠાર કરી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆથી આરોપીઓ તેમને ગુંદાવાડી વિસ્તારની હોસ્પિટલથી જિલ્લા ગાર્ડન લઈ ગયા હતા. તેમજ ત્યાંથી થોરાળા લઈ ગયા હતા. અહીં સમાધાનમાં ઠંડું કરાવવાના બહાને આરોપીઓ હથિયારો લઈને આવી ગયા હતા. આ સમયે મહેશની પત્ની અને તેની દોઢ વર્ષની બાળકી પણ ત્યાં હાજર રહી હતા. પાંચ શખ્સો તલવાર, છરી સાથે આવીને મહેશ પર તૂટી પડ્યા હતા. તેમજ તેમની નજર સામે જ તેને ઠાર કરી નાંખ્યો હતો.
શનિવારે બપોરે આરતી ઉર્ફે ભલીબેન, અજય ચમનભાઇ નારોલા, સાગર વીજુભાઇ વાઘેલા, કાળુ વિનાભાઇ વાઘેલા અને બાબુ કાંતિ વાઘેલા મહેશ પાસે આવ્યા હતા અને તેને આંતરી લીધો હતો. ત્યારે એક શખ્સે કહ્યું હતું કે, તારો ભાઈ મારી પત્નીને ફોન કરી છે. આમ, કહી ઝઘડો કર્યો હતો. જોકે, મહેશે હું મારા ભાઈને સમજાવીશ તેમ કહીને સમાધાનની વાત કરી હતી.
મહેશને આ પછી હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ત્યાં તેનું મોત થયું હતું. નાનાભાઈના આડા સંબંધમાં મોટાભાઈની ઘાતકી હત્યા થઈ હતી. મૃતકના પરિવારજનો અને સંબંધીઓ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે મોટી સંખ્યામાં એકઠા થઇ જતાં થોડો સમય વાતાવરણ તંગ થઇ ગયું હતું. મૃતકની પત્ની કાજલબેનની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ: શહેરના થોરાળા વિસ્તારમાં યુવકને પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ બાંધવા જતાં મોટા ભાઈનો જીવ ખોવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પતિ અને અન્ય માણસોએ પ્રેમીના મોટા ભાઈને તેની પત્ની અને બાળકીની હાજરીમાં જ ઠાર કરી દીધો હતો. મૃતકની પત્ની બચાવો બચાવોની બૂમો પાડતી રહી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો આરોપીઓએ તેના પતિને ઠાર કરી નાંખ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -