રાજકોટઃ પત્નીની સહમતીથી પતિએ અન્ય યુવતી સાથે બાંધ્યા સંબંધ, યુવતીના ભાઈને ખબર પડી જતાં શું થયું?
રાજકોટઃ શહેરના કોઠારિયા રોડ આવેલી સોસાયટીમાં લગ્નેત્તરસંબંધમાં આધેડની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આધેડના જે યુવતી સાથે સંબંધ હતા, તેના પિતરાઇ ભાઈને બહેનના સંબંધની ખબર પડી જતાં તેના પ્રેમીને છરીના ઘા મારીને રહેંસી નાંખ્યો હતો. જોકે, આ સંબંધ માટે આધેડને ખૂદ તેની પત્નીએ જ સહમતી આપી હોવાનું ખુલતાં ભારે ચકચાર મચી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન યુવતીના પિતરાઇભાઇ વિશાલ કાળુ ચૌહાણ (ઉ.વ.19)એ ગઈ કાલે સોમવારે મુકેશને ઘરની બહાર લઇ જઇ છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વિશાલની શોધખોળ કરી હતી. આધેડે વાંઝિયાપણાના મેણાં ભાંગવા પત્નીની સહમતીથી યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હોવાની વાત સામે આવતાં યુવતીનો પિતરાઇ સમસમી ગયો હતો અને તેણે બહેનના પ્રેમીને રહેંશી નાંખ્યો હતો.
પત્નીની સહમતિ પછી મુકેશે ઢેબર કોલોનીમાં રહેતી 28 વર્ષીય યુવતીને મૈત્રીકરાર કરવા રાજી કરી લીધી હતી અને ગત પહેલી તારીખે તે યુવતીને ભગાડી ગયો હતો અને તેની સાથે મૈત્રી કરાર કરી લીધા હતા. બીજી તરફ યુવતીના પરિવારે શહેરના ભક્તિનગર પોલીસમાં દીકરી ગુમ થવાની જાણ કરી હતી. જોકે, ગત 10મીએ મુકેશ અને યુવતી પરત આવી ગયા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, કોઠારિયા રોડ પર માધવ હોલ પાસેની સૂર્યદીપ સોસાયટીમાં રહેતા મુકેશભાઇ મોહનભાઇ વાળા (ઉ.વ.48) 21 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પત્ની અનિતાને ગર્ભાશયની સમસ્યા હોવાથી સંતાન થતું નહોતું. બીજી તરફ સંતાન ઝંખતા પતિએ પત્ની સમક્ષ અન્ય યુવતી સાથે સંબંધ રાખી સંતાન પ્રાપ્તિ કરવાનો વિચાર મૂક્યો હતો. સંતાન મેળવવા માટે પત્ની પતિની વાત સાથે સહમત થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -