રાજકોટઃ વિકલાંગની પત્નીએ બીજા પુરુષ સાથે બાંધ્યા સંબંધ, કંટાળેલા પતિએ શું કર્યું?
આપઘાત પહેલા એક હાથે અપંગ વિપુલે પોતાના મોબાઇલમાં એખ વીડિયો ઉતાર્યો હતો. જેમાં વિપુલ પત્ની સોનલના પરપુરુષ સાથેના આડાસંબંધ હોવાનું કહેતો હતો, વિપુલે વીડિયોમાં જણાવ્યું હતું કે, તેના આપઘાત માટે સોનલ અને તેનો પ્રેમી જવાબદાર છે અને એ બંને સામે કાર્યવાહી થાય તેવી તેણે માગ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિવારે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો, જેમાં વિપુલની આપઘાતની ઘટના દૃશ્યમાન હતી. વિપુલ સરવૈયાના આપઘાત પ્રકરણની તપાસ ચલાવી રહેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ કાનાબારે જણાવ્યું હતું કે, રવિવારે મૃતકના પરિવારજનો અને તેની પત્ની સોનલના નિવેદનો નોંધાયા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, ગત 21મી ફેબ્રુઆરીએ વિપુલ કાળીપાટ ગામે તેની સાળીના લગ્નમાં ગયો હતો. અહીં પત્ની સોનલ સાથે ઝઘડો થતાં વિપુલ રાજકોટ આવી ગયો હતો અને શુક્રવારે રાત્રે ફાંસો ખાઇ લીધો હતો. આપઘાત પહેલાં વિપુલે તેના પિતાને ફોન કરી આપઘાત કરતો હોવાની જાણ કરી હતી.
વિપુલને નશો કરવાની આદત હોવાનું સોનલે રટણ રટ્યું હતું. જોકે મૃતકની પત્નીનું નિવેદન નોંધાયાની થોડી જ મિનિટો બાદ વીડિયો વાયરલ થતાં પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી અને મૃતકની પત્ની સોનલના મોબાઇલનું કોલ ડિટેઇલ મેળવી તેની તપાસ શરૂ કરાઈ હતી. ગિરિરાજ આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા વિપુલ છગનભાઇ સરવૈયા (ઉ.વ.35)એ શુક્રવારે રાત્રે પોતાના ઘેર પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.
રાજકોટઃ શહેરના નાણાવટી ચોક પાસેના ગિરિરાજ આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા વિપુલ છગનભાઇ સરવૈયા (ઉ.વ.35)એ શુક્રવારે રાત્રે પોતાના ઘેર પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવકે પોતાની પત્નીના લફરાથી કંટાળીને આપઘાત કર્યો છે. તેણે આપઘાત કરતાં પહેલા એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં તેણે આપઘાત પાછળનું કારણ જણાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -