રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન
રાજકોટના રાજવી એવા મનોહરસિંહજી જાડેજાના નિધનના કારણે રાજકોટવાસીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી. મનોહરસિંહ જાડેજા ક્રિકેટના પણ ખૂબ જ શોખીન હતા. રાજકોટની રાજકુમાર કોલેજ સહિત અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. દેશના ટોચના રાજવી પરિવાર સાથે તેમનો પરીવારીક સબંધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સવારથી જ મનોહરસિંહજીની તબિયત ગંભીર જણાતા તેમના પેલેસ ખાતે ડોકટરની ટીમ અને તેમના નિકટના પરિજનો ખડેપગે હતા. ત્યારે તેમન મૃત્યુના સમચાર અવતાની સાથે જ તેમના સ્નેહીજનો અને તેમના પરીવારના અન્ય સભ્યો પણ પેલેસ ખાતે દોડી આવ્યા હતા.
રાજકોટ: રાજકોટના રાજવી અને રાજ્યના પૂર્વ આરોગ્ય અને નાણાંપ્રધાન મનોહરસિંહજી જાડેજાનું લાંબી બીમારી બાદ 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજવી મનોહરસિંહજીને દાદાના હુલામણા નામથી જાણીતા હતા. ગુજરાત કોંગ્રેસમાં 1980-90ના સમયમાં દાદાનો ખૂબજ દબદબો હતો. રાજકોટના રાજવી મનોહરસિંહજીના દેશના અનેક દિગગજ નેતાઓ સાથે પણ સારા સંબંધો હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -