રાજકોટઃ ગર્ભવતી પત્નીને પિયર મૂકી સગીર સાળીને ભગાડી ગયો યુવક, કેવી રીતે પડી ખબર?
આ અંગેની વિગતો એવી છે કે, આટકોટ રહેતો દેવીપૂજક યુવક અરવિંદ વાઘેલા ગયા રવિવારે યુવરાજનગરમાં રહેતા સાસરીયામાં પત્નીને ડિલીવરી માટે મૂકવા આવ્યો હતો. આ પછી પોતાની 13 વર્ષીય સાળીને લઈને ભાગી ગયો હતો. દરમિયાન પોતાની સગીર દીકરી ગુમ થઈ જતાં પરિવારે તપાસ હાથ ધરી હતી. જોકે, દીકરીનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
દરમિયાન ખૂદ અરવિંદે ફોન કરીને પોતે સાળીને ભગાડી ગયો હોવાનું અને પંદર દિવસ પછી આવશે, તેમ જણાવ્યું હતું. ત્યારે છકડાના ફેરા કરી ગુજરાન ચલાવતાં રામજીભાઇ રવજીભાઇ સાડમીયા (ઉ.૪૫)એ જમાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે, જમાઇ અગાઉ પણ તેમની દીકરીને ભગાડી ગયો હતો.
રાજકોટઃ શહેરના યુવરાજનગરમાં પોતાની પત્નીને ડિલીવરી માટે મૂકીને યુવક પોતાની સગીર સાળીને ભગાડી જતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે સસરાએ જમાઇ સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે જમાઇ અરવિંદ વાલજીભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં આપેલી વિગત પ્રમાણે રામજીભાઈને સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. એક દીકરી મુક્તાના લગ્ન આટકોટના અરવિંદ સાથે કર્યા છે. જેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ત્રીજા સંતાનની ડિલીવરી માટે અરવિંદ મુક્તાને પિયર મુકી ગયો હતો. ત્યારે હવે પોલીસે અરવિંદને શોધવા તપાસ શરૂ કરી છે.