રાજકોટઃ યુવતીની રસ્તા વચ્ચે છેડતી, પરિવારે ઠપકો આપ્યો તો ફટકાર્યા, જાણો પછી શું આવ્યો અંજામ?
સોનલબેન પર ભરત ઠુમ્મર સહિતના શખ્સોએ લાકડી અને સોટીથી હુમલો કર્યો હતો. સોનલબેનના શરીર પર મારના નિશાન પણ છે. આમ છતાં પોલીસે હુમલો થયા સંદર્ભે ફરિયાદમાં નોંધ ન કરતા તબીબોએ લાશ સોંપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે રાત્રે 9 વાગ્યા બાદ પોલીસને ફરી પોસ્ટમોર્ટમ રૂમ બોલાવી હુમલો થયા અંગે નોંધ કરવા જણાવાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી શનિવારે બપોર સુધી પ્રકાશભાઇના ફોન પર ધમકીના ફોન મળતા રહ્યા હતા. અંતે સલામતી માટે પ્રકાશભાઇ પત્ની સોનલબેન સાથે પોતાની જ રિક્ષામાં રાજકોટ આવવા રવાના થયા હતા. બપોરે ગોંડલ રોડ પર પૂજારા ટેલિકોમ પાસે સોનલબેને રિક્ષામાં જ ઝેરી દવા પી લીધી હતી. પ્રકાશભાઇ પત્નીને હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ તે પહેલાં સોનલબેનનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. સોનલબેનને સંતાનમાં 11 વર્ષનો પુત્ર છે.
ગુંદાસરમાં રહેતા અને નમકીનની દુકાન ધરાવતા સોનલબેન પ્રકાશભાઇ જોષી (ઉ.વ.35) ગત શુક્રવારે બપોરે ગામમાંથી નીકળ્યા ત્યારે ભરત ઠુમ્મરે ઊભા રાખી બીભત્સ માગણી કરી હતી. જેથી સોનલબેને તેને ત્રણ-ચાર ફડાકા મારી દીધા હતા. બાદમાં સોનલબેને તેમના પતિ પ્રકાશભાઇ તથા નજીકના સંબંધી હરેશભાઇ વિરાણીને જાણ કરતા એ ત્રણેય ગામના પાદરમાં સાગરીતો સાથે બેઠેલા ભરત ઠુમ્મર પાસે ગયા હતા અને ઠપકો આપ્યો હતો.
આ સમયે ભરતે લાજવાને બદલે પોત પ્રકાશ્યું હતું અને તેમને માર માર્યો હતો. બે શખ્સોએ પ્રકાશભાઇને પકડી રાખ્યા હતા અને બાકીના પાંચથી છ જેટલા શખ્સોએ લાકડી અને સોટી વડે પ્રકાશભાઇ, સોનલબેન તથા હરેશભાઇને ઢોરમાર માર્યો હતો. આ ઘટના પછી સોનલબેને બપોરે ત્રણ વાગ્યે 181 (અભયમ) ઉપર ફોન કરી મદદ માગી હતી, પરંતુ સાંજ સુધી કોઈ રક્ષણ ન મળ્યું.
સાંજે 7.30 વાગ્યે અભયમે કોન્ફરન્સ કોલ દ્વારા સોનલબેનને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સાથે વાત કરાવી દીધી. આ પછી સોનલબેન અને તેના પતિ રાત્રે 8.10 વાગ્યે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવવા ગયા હતા. જ્યાં ફરજ પરના જમાદાર આર.પી.જાદવે અત્યારે ફરિયાદ નહીં લઇ શકાય તેમ કહી પાછા મોકલી દીધા હતા. દંપતી ગુંદાસર પરત ફરતાં ભરતના કાકા લવજીભાઇ અને અન્ય શખ્સોએ ફરિયાદ ન કરવા ધમકાવ્યા હતા.
રાજકોટ: રાજકોટના ગુંદાસરમાં એક પરિણીતાની ગામના ગુંડાએ શુક્રવારે છેડતી કરી હતી. આ અંગે યુવતીના પરિવારજનો ઠપકો આપવા ગયા તો તેમને માર માર્યો. ત્યારે યુવતીએ 181 પર અભયમમાં મદદ માગી તે ન મળી અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ પણ ન લીધી. અંતે ભયભીત બનેલી યુવતીએ રાજકોટમાં ઝેર પી પોતાની જિંદગી ટૂંકાવી દેતા હોબાળો મચી ગયો છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -