રાજકોટ: માતા-પિતાની હત્યા કર્યા બાદ સુસાઈડ કરનારા યુવકને આ યુવતી કરતી હતી હેરાન
રાજકોટ :રાજકોટના કોઠારિયાના ગણેશનગરમાં રહેતા જયદિપ રાઠોડ નામના યુવકે ગુરૂવારે પોતાના માતા-પિતાની છરીના ઘા મારી હત્યા કર્યા બાદ આ યુવકે આત્મહત્યા કરી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહીના અવાર-નવાર બળાત્કારની ખોટી ધમકી આપી જયદિપ પાસેથી પૈસા પડવતી હતી. હીનાએ સમીર મહેતા સાથે લગ્ન કર્યા હતા અને પરેશ હીનાના પતિનો મિત્ર છે. જયદિપે લખેલી સુસાઈડ નોટમાં હીનાનો ઉલ્લેખ છે, જ્યારે હીનાએ તેને ખોટા ગણાવ્યા છે, હીનાએ કહ્યુ જયદીપ તેને ફોન કરીને હેરાન કરતો હતો.
જયદીપ રાઠોડ અને હીના જ્યારે પોડોશી હતા ત્યારે બંને વચ્ચે મિત્રતા હતી, હીના મૂળ રાજકોટની રહેવાસી છે. 15 વર્ષ પહેલા તે રૈયાધાર વિસ્તારમાં રહેતી ત્યારે જયદિપ તેનો પાડોશી હતો. બંને વચ્ચે શારિરીક સંબંધો હોવાનો પણ ખૂલાસો થયો છે.
જયદિપ રાઠોડે આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે હીના અને પરેશ તેને બ્લેકમેલ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે આ બંનેને અમદાવાદથી ઝડપી લીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -