✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈની યુવતીને રાજકોટના પરીણિત યુવક સાથે બંધાયા સંબંધ, બંને મૈત્રી કરાર કરીને લિવ-ઈનમાં રહેવા લાગ્યાં ને...........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 May 2018 02:26 PM (IST)
1

રાજકોટ: મુંબઈની 35 વર્ષીય યુવતીનું રાજકોટ ખાતે રહસ્યમય રીતે મોત થતાં ભારે ચકચાર જાગી છે. મૂળ રાજસ્થાનની અને મુંબઇ સ્થાઇ થયેલી રીના રાજકોટમાં જામનગરના યુવક સાથે લિવ-ઇનમાં રહેતી હતી. ત્યારે યુવતીનું કોઈ કારણસર મોત થતાં ભારે ચકચાર જાગી છે.

2

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે રીના બે બહેનમાં નાની હતી. મોટા બહેન મુંબઇથી રાજકોટ આવતાં પોલીસે તેમની પાસેથી વિગતો મેળવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે રીનાબેનની બીમારીની દવા ચાલુ હતી. જોકે, રીનાનું મોત હાર્ટએટેકથી થયું કે બીમારીની દવા વધુ પડતી પી લેવાથી? તે જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

3

ડ્રાઇવરે ફ્લેટ પર આવી દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં પડોશીઓને બોલાવી દરવાજો તોડાવીને જોતાં પલંગ પર રીના બેભાન મળી હતી. જેથી પાડોશીઓએ રીનાને સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ અહીં તેને મૃત જાહેર કરાઈ હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

4

વિમલને પોતાનું પણ ફેમીલી હોવાથી તે અઠવાડિયામાં બે-ત્રણ વાર રીના પાસે આવતો હતો. તેમણે છ ફેબ્રુઆરી-૨૦૧૬ના રોજ મૈત્રી કરાર કર્યા હતાં. ગઇ કાલે વિમલના પિતાનું અવસાન થતાં તેણે રીનાને જાણ કરવા ફોન જોડ્યો હતો. પરંતુ વારંવાર કોલ કરવા છતાં ફોન રિસીવ ન થતાં તેણે જામનગરથી પોતાના ડ્રાઇવરને તપાસ કરવા રાજકોટ મોકલ્યો હતો.

5

આ અંગેની વિગતો એવી છે કે, જામનગરના વતની અને ગિફ્ટ આર્ટીકલ્સના વેપારી વિમલ કામદારને પોતાના કામથી વારંવાર મુંબઈ જવાનું થતું હતું. દરમિયાન મૂળ રાજસ્થાનની અને પછી મુંબઈ સ્થાઇ થયેલી રીના સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. આ પછી તેમણે લિવ-ઇનમાં રહેવાનું નક્કી કર્યું હતું.

6

વિમલ પોતે પરણીત છે અને તેમને એક દીકરો પણ છે. હાલ તેમનો પરિવાર જામગર ખાતે રહે છે. બંનેએ મૈત્રી કરાર કરાર કર્યા પછી વિમલ રીનાને રાજકોટ લઈ આવ્યો હતો. તેમજ તેણે રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે તિર્થ એપાર્ટમેન્ટના ફ્લેટ લઈ આપ્યો હતો અને તેઓ અહીં જ રહેતા હતા.

  • હોમ
  • રાજકોટ
  • મુંબઈની યુવતીને રાજકોટના પરીણિત યુવક સાથે બંધાયા સંબંધ, બંને મૈત્રી કરાર કરીને લિવ-ઈનમાં રહેવા લાગ્યાં ને...........
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.