રાજકોટમાં આતંક મચાવનારો ગેંગસ્ટર બલી ડાંગર ઝડપાયો, જાણો પોલીસે ક્યાંથી અને કઈ રીતે ઝડપ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Nov 2016 11:08 AM (IST)
1
પોલીસના કહેવા પ્રમાણે, બલી ડાંગર હત્યા, અપહરણ, ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવી, પેરોલ જમ્પ સહિતના અનેક ગુનામાં વોન્ટેડ હતો. બલી ડાંગર ભૂમાફીયા તરીકે પણ કુખ્યાત છે. મળતી વિગતો અનુસાર, બલી ડાંગર ગોંડલની જેલમાંથી ભાગી છૂટ્યો હતો. બલી ડાંગર પર માલિયાસણની જમીન કૌભાંડમાં પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો પણ આરોપ છે.
2
રાજકોટ પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે બલી ડાંગરને ચોટીલા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી પોલીસે બે ગન પણ જપ્ત કરી હતી.
3
રાજકોટઃ અનેક ગુનામાં સંડોવાયેલા અને ગેંગસ્ટર બલી ડાંગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે બલી ડાંગરની સાથે તેના અન્ય ત્રણ સાગરીતોની પણ ધરપકડ કરી હતી. રાજકોટ પોલીસના 10 ઉચ્ચ અધિકારીઓ દ્ધારા બલી ડાંગરને પકડવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.