પોલીસે મિનિ ટ્રક તપાસતાં મળી 10 કોથળા ભરીને 500 ને 1000ની નોટોઃ કોની હતી આ નોટો, જાણો મહત્વની વાત
રાજકોટ: નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી તેના કારણે સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે જેમની પાસે કાળાં નાણાં છે એ લોકો તેનો નિકાલ કરવા માટે દોડધામ કરી રહ્યા છે. પોલીસ પણ તેમને પકડવા મચી પડી છે ત્યારે રાજકોટ જિલ્લા પોલીસને મોટી સફળતા હાંસલ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રકમ પકડાયા બાદ પોલીસ પર ભલામણોનો મારો થયો હતો પરંતુ પોલીસે મચક નહીં આપી ઈન્કમ ટેક્સ વિભાગને જાણ કરી હતી. ડીવાયએસપી એસ.જી.પાટીલના જણાવ્યા મુજબ ફાલ્કન કંપનીના વાહનમાં બોક્સ નીચે રોકડ રકમના થેલા સંતાડવામાં આવ્યા હતાં. આ રકમ રાજકોટથી ફાલ્કન કંપનીના માલિક લઈ જવાતી હતી
પોલીસે આ ઘટનામાં રજનીકાંત ખૂંટ(રહીશ- મવડી, રાજકોટ) અને ડ્રાઈવર બાવનજી પટેલ (રહીશ- મવડી, રાજકોટ)ની અટકાયત કરી હતી. મીની ટ્રકમાંથી પકડાયેલી રદ્દ કરાયેલી અઢી કરોડની નોટો રાજકોટની જાણીતી પંપ મેકર કંપની ફાલ્કનનું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએસઆઈ ઘનશ્યામસિંહ જાડેજા સહિતની વીરપુર પોલીસની ટીમે પીઠડીયા પાસેથી જીજે3 એક્સ 8487 નંબરની મીની ટ્રકને અટકાવીને તલાસી લીધી હતી. આ તલાશીમાં 25 લાખના 10 થેલા મળી આવતાં પોલીસ પણ દંગ થઈ ગઈ હતી.
રાજકોટ પોલીસે શંકાના આધારે એક કંપનીના મીની ટ્રકની તલાસી લેતાં તેમાંથી 10 થેલા ભરીને 500 ને 1000 રૂપિયાની જૂની નોટો કબજે કરી હતી. પોલીસે આ રીતે અઢી કરોડની રદ્દ કરાયેલી રોકડ રકમ પોલીસે જપ્ત કરી હતી. ગાડીમાં રખાયેલાં નાણાં ધીરૂભાઈ સુવાગિયાના મેંદરડા સ્થિત ઘરે પહોંચાડવાના હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -