✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ ધરમની બહેનને દોરડે બાંધી સંતોષી હવસ, સેક્સનો ઉતારી લીધો વીડિયો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Oct 2016 03:50 PM (IST)
1

આ પછી વીડિયો બધાને બતાવી દેવાની ધમકી આપી વારંવાર હવસ સંતોષતો રહ્યો હતો. બદનામીના ભયથી મહિલા પણ તેની હવસનો ભોગ બનતી રહી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પંકજે તેના પર બળાત્કાર તો ગુજાર્યો જ હતો, પરંતુ તેણે બ્લેકમેઇલ કરી મારી પાસેથી દાગીના માંગતા કટકે-કટકે તેણે મંગલસુત્ર, પાટલા, કાનની બે જોડી બુટી, ચાંદીના પાયલ મળી ત્રણેક લાખના ઘરેણાં પડાવી લીધા હતા.

2

આ અંગેની વિગતો એવી છે કે, મહિલા આજથી ચાર વર્ષ પહેલા રીક્ષા ચલાવતા પંકજ ભીખાભાઇ દેવમુરારીના સંપર્કમાં આવી હતી. પંકજની રિક્ષામાં ભાડેથી કરી તેઓ ક્યાંક ગયા હતા, ત્યારે થયેલા પરિચય પછી પંકજે મહિલાને ધરમની બહેન બનાવી લીધી હતી. આ પછી છ મહિના બાદ મહિલા કચ્છ માતાના મઢે ચાલીને જતી હતી, ત્યારે રસ્તામાં પંકજ આઇસર લઈને આવતાં મળ્યો હતો. દરમિયાન પંકજે ભાડના પૈસા ન હોઈ આપવાનું કહેતાં મેં તેને મારા રૂમમાં રાખ્યો હતો. જ્યાં તેણે પોત પ્રકાશ્યું હતું અને છરી બતાવી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ મહિલાનો નગ્ન અવસ્થામાં જ વીડિયો ઉતારી લીધો હતો.

3

આ મહિલા ફરિયાદી રાજકોટમાં પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. પંકજની રીક્ષા અવાર-નવાર ભાડે લઈ જતાં હોવાથી તેમની વચ્ચે પારીવારીક સંબંધો બંધાયા હતા. તેમજ આ સંબંધનો લાભ ઉઠાવી તેણે મહિલાને હવસનો શિકાર બનાવી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, હવે પતિએ દાગીનાઓ બાબતે પુછતાં હું પંકજના ત્રાસથી હેરાન થઇ ગઇ હોઇ અંતે પતિને બધી વાત કરી દીધી હતી. મારા પતિએ ફરિયાદ કરવાની વાત કરતાં પંકજે પોતે દવા પીને મરી જશે અને સ્યુસાઇડ નોટમાં મારું નામ લખતો જશે તેવી ધમકી પણ આપી હતી.

4

બે મહિના પહેલા પંકજ મહિલાને રણુજા મંદિર પાસે જગદીશ કોળીના મકાનમાં લઇ ગયો હતો. ત્યાં પણ અઠવાડીયા સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી ખોડિયારનગરમાં કોઇ મુસ્લિમ શખ્સના ઘરમાં રાખી ત્યાં પણ સેક્સ સંબંધ બાંધ્યા હતા. છેલ્લે ગોંડલ લઇ જઇ ત્યાં ત્રણ દિવસ ગોંધી રાખી સતત બળાત્કાર ગુજાર્યો હતો. પંકજ મહિલાને બાંધી રાખતો હતો અને દારૂ પી વિકૃત આનંદ લૂંટતો હતો. એટલું જ નહીં, આ અંગે પતિને કે કોઇને જાણ કરીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો. પીડિતાને સુસાઇડ કરી તેનું નામ લખતો જવાની ધમકી આપતો હતો.

5

રાજકોટઃ શહેરના બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ ધરમના ભાઈએ ચાર વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની અને સેક્સ સંબંધનો વીડિયો ઉતારીને બ્લેકમેલ કરતો હોવાની ફરિયાદ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. 45 વર્ષીય મહિલાએ ધરમના ભાઈ એવા રીક્ષાચાલકે ચાર વર્ષ સુધી બળાત્કાર ગુજારવાની અને બ્લેકમેલ કરી ઘરેણાં પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ ધરમની બહેનને દોરડે બાંધી સંતોષી હવસ, સેક્સનો ઉતારી લીધો વીડિયો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.