રાજકોટઃ 'હવે કાજલને ભૂલી જજે, જો વાત કરીશ તો શોધીને મારી નાંખીશું', કોને આપી ધમકી?
રાજકોટઃ છ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર રાજકોટના યુવકે ઝેર પી લેતાં ચકચાર મચી ગઈ છે. આ યુવકે બે યુવકો તરફથી ધમકી મળ્યા પછી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત 14મી ઓક્ટોબરે આનંદ પઢીયારને ધમકી મળી હતી કે, કાજલને ભૂલી જજે, જો કાજલ સાથે વાત કરીશ તો શોધીને મારી નાખીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન 14 ઓક્ટોબરે આનંદને ફોન કરનાર પિન્ટુ અને વિજય નામના શખ્સે હવે કાજલને ભૂલી જજે, જો કાજલ સાથે વાત કરીશ તો શોધીને મારી નાખીશું તેવી ધમકી મળી હતી. આ પછી આનંદે ઝેરી દવા પી લીધી હતી.
દરમિયાન આનંદે પોતાની પત્ની કાજલબાને પરત મોકલવાનું કહેતાં છૂટાછેડા આપી દેવાનું જણાવવામાં આવ્યું હતું. આ પછી 14મી ઓક્ટોબરે આનંદને ફોન કરીને પિન્ટુ અને વિજય નામના શખ્સોએ 20 દિવસ સાસરે રહ્યા બાદ પત્ની માવતર રોકાઇને પરત ફર્યા બાદ હાલ માવતર રોકાવા ગઇ છે. પત્નીને પરત મોકલવાનું કહેતા હવે છૂટું કરી નાખવું છે તેવો જવાબ મળ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતા તેમજ કેટરર્સમાં કામ કરતા આનંદ પઢિયારે આજથી છ મહિના પહેલાં 28 માર્ચ, 2016ના રોજ કાજલબા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. કાજલબા લગ્ન પછી 20 દિવસ પતિ સાથે રહ્યા પછી પોતાના પિયર ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -