રાજકોટઃ બોયફ્રેન્ડ સાથે મળી પોતાના જ સંતાનની હત્યા કરવા બદલ ગઈ જેલમાં, હવે ફરી ક્યા કારણસર છે ન્યુઝમાં ? જાણો
કાજલની સાથે જેલમાં તેની ત્રણ વર્ષની દીકરી પણ રહે છે. કાજલ પોતાની દીકરી સાથે જ એક્ઝામમાં બેઠી હતી. કાજલ પર નજર રાખવા બે કોન્સ્ટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલ રખાયા છે. તેણે કહ્યું હતું કે તે જિંદગીની નવી શરૂઆત કરી રહી છે. ભણવા કરતાં વધુ સારી તક ન દેખાતાં તેણે બધું ભૂલીને ભણવાનું શરૂ કર્યું છે. તેને કોલેજ જવું છે, તેથી ધોરણ-૧૦ની પરીક્ષાની તૈયારી શરૂ કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, ૧૧ મહિના પહેલાં કાજલે તેના બોયફ્રેન્ડ સાથે મળી તેનાથી થયેલા બાળકની હત્યા કરી પોરબંદરના દરિયા કિનારે દાટી દીધું હતું. આ કેસમાં બંનેની ધરપકડ કરાઈ હતી. કાજલે પતિ સાથે ડિવોર્સ લીધા છે. ડિવોર્સ પછી કાજલને તેની દીકરીનો કબજો સોંપવામાં આવ્યો છે.
રાજકોટ: ગુજરાતમાં ગઈ કાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે સૌરાષ્ટ્રની જેલના કેદીઓ પરીક્ષા આપે તે હેતુથી રાજકોટ જિલ્લા જેલ ખાતે એક કેન્દ્ર ફાળવાયું છે. જેમાં જુદી જુદી જેલમાંથી આવેલા 46 કેદી ભાઈઓ-બહેનો પરીક્ષા આપી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લા જેલમાં મર્ડરના આરોપસર સજા કાપી રહેલી કાજલ મારુ નામની યુવતીએ ૨૬ વર્ષની ઉંમરે દસમાં ધોરણની પરીક્ષા આપવાનું શરૂ કર્યું હતું.
કાજલ જ્યારે દસમા ધોરણમાં હતી ત્યારના અને અત્યારના અભ્યાસક્રમમાં ચેન્જ આવી ગયો હોવાથી તેણે બે મહિના પહેલાં દસમા ધોરણની બુક્સ મંગાવીને વાંચવાનું શરૂ કર્યું હતું. જિલ્લા વહિવટી તંત્ર અને જેલ પ્રશાસન દ્વારા પરીક્ષાને લઈને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કુલ 46 જેટલા કેદીભાઈઓ તથા બહેનો પરીક્ષા આપી શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -