રાજકોટઃ યુવતીને પતિના મિત્ર સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિ ગુજરી ગયો પછી ઉભી થઈ કેવી સ્થિતી ? જાણો વિગત
મહિલાએ મનોજ તેની વસ્તુઓ પતે પાછી આપતો ન હોઇ છેતરપીંડી કર્યાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે. મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બી.ટી. વાઢીયાએ આ કેસમાં તપાસ કરાવ્યા બાદ મહિલાની ફરિયાદ પરથી મનોજ સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કિસ્સાની વિગત એવી છે કે સાતેક વર્ષ પહેલા આ મહિલા નર્સ તરીકે કામ કરતી હતી. તે વખતે તેના પતિનો મિત્ર મનોજ રતિલાલ બુંદેલા તેમના ઘરે આવતો-જતો હોઇ બંને વચ્ચે ઓળખાણ થઇ હતી. થોડાક સમયના પરિચય પછી બંનેના સંબધો બંધાયા હતા ને મહિલાનો પતિ કામે ગયા બાદ બંને મળતાં હતાં.
મહિલા લગ્ન માટે કહેતી ત્યારે તે તેને મારતો પણ ખરો. આ રીતે અવાર-નવાર દારૂ પી મારકૂટ કરી મનોજ મહિલા સાથે તેની મરજી વિરૂધ્ધ બળજબરી કરી બળાત્કાર ગુજારતો હતો. મહિલા આ બધાથી કંટાળતાં છેવટે તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટઃ રાજકોટમાં 37 વરસની વિધવાએ પોતાનો પતિ જીવતો હતો ત્યારે જેની સાથે સંબંધ હતા તેવા યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ મહિલાની ફરિયાદના આધારે પોલીસે યુવક સામે આઇપીસીની કલમો ૩૭૬, ૪૦૬, ૩૨૩, ૫૦૪ મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પતિની ગેરહાજરીમાં મહિલા મનોજ સાથે શારીરિક સંબંધો બાંધતી હતી. ત્રણેક વર્ષ પહેલાં મહિલાના પતિનું અવસાન થયું પછી બંનેના મિલન આડે કોઈ અવરોધ નહોતો રહ્યો. એ સમયે મનોજે મહિલાને લગ્નની લાલચ આપી હતી કે જેથી મહિલા બીજે ઠેકાણે લગ્ન ના કરી લે.
મનોજ લગ્નની લાલચ આપીને મહિલાએ તેણીએ ખરીદેલાં ફ્રિઝ, એરકન્ડીશનર અને એક્ટીવા પડાવી લીધાં હતાં. મનોજ એ પછી લગ્નની લાલચ આપીને મહિલાને ભોગવતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો. થોડાક સમય પછી મહિલાએ લગ્નની વાત કરતાં મનોજ વાતને ટાળી દેતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -