રાજકોટઃ પત્નીના અન્ય યુવક સાથેના સેક્સ સંબંધનો કેવી રીતે થયો ઘટસ્ફોટ, જાણો પછી શું થયું?
આ અંગેની વિગતો એવી છે કે, કોઠારિયા રોડ પર આવેલા આનંદનગરમાં રહેતા અને ઇમિટેશન જ્વેલરીનું કામ કરતાં ભાવિક મકવાણા અને તેજલના પાંચ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયા હતા. દરમિયાન ભાવિકે તેજલનો મોબાઇલ ગીત સાંભળવા માટે લીધો હતો. તે ગીત સાંભળી રહ્યો હતો, તે સમયે મોબાઇલમાં પડેલા કોલ રેકોર્ડિંગ પર પડી હતી. 12 મિનિટનું આ કોલ રેકોર્ડિંગ સાંભળતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
બીજી તરફ પત્નીએ પતિ વિરૂધ્ધ દારૂ પીને માર મારવાની ફરિયાદ નોંધાવી હતી. જેનું ફરિયાદ બાદ થોડા સમયમાં જ સમાધાન થઈ ગયું હતું.
રાજકોટઃ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવકે પોતાની પત્ની સામે જ ખૂનની ધમકીની ફરિયાદ નોંધાવી છે. લવ મેરેજ કરનાર આ યુવકે પત્નીના મોબાઇલમાં રેહેલું કોલ રેકોર્ડિંગ સાંભળતાં તેના હોશ ઉડી ગયા હતા. આ અંગે યુવકે પત્નીના પરિવારજનોને વાત કરી હતી અને છૂટાછેડાની માગણી કરી હતી. બીજી તરફ પોતાનો ભાંડો ફૂટી જતાં ઉશ્કેરાઇ ગયેલી પત્નીએ પતિને હત્યા કરાવી નાંખવાની ધમકી આપી દીધી હતી.
આ અંગે ભાવિકે રાજકોટ મહિલા પોલીસમાં તેજલ અને વાણીયાવાડમાં રહેતા વિશાલ મેવાડા સામે ફરિયાદ કરી છે. ભાવિકે તેજલ અને વિશાલના શારીરિક સંબંધો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. પોલીસે વ્યાભિચાર, ખૂનની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવિકે કોલ રેકોર્ડિંગ સાંભળતાં પત્નિ તેજલ અને વિશાલ નામના યુવક વચ્ચે વાત થતી હતી. જેમાં બંને વચ્ચેનો અશ્લીલ સંવાદ સાંભળીને ભાવિક કકડી ઉઠ્યો હતો. આ અંગે ભાવિકે તેજલના પરિવારજનોને વાત કરીને છૂટાછેડાની માગ કરતાં તેજલ ઉશ્કેરાઇ ગઈ હતી અને તેની હત્યા કરી નાંખવાની ધમકી આપી હતી.