રાજકોટઃ સગીરાને સ્કૂલને બદલે અન્ય જગ્યાએ લઈ જઈ રીક્ષા ચાલક ગુજારતો બળાત્કાર, કેવી રીતે થયો પર્દાફાશ?
મહિલા પોલીસે રિક્ષાચાલક અશોકની ધરપકડ કરી છે. તેને સંતાનમાં સોળ વર્ષની એક દિકરી અને તેનાથી નાનો એક દિકરો છે. આ હવસખોરે પોતાની દિકરીથી પણ નાની ઉમરની બાળા સાથે ચાર-ચાર વખત હવસનો શિકાર બનાવતાં તેના પર ફિટકાર વરસી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી સાતેક દિવસ પછી ફરીથી લઇ ગયો હતો. આ રીતે ત્રણેક વખત લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લે બે દિવસ પહેલા ફરીથી તે ગુલાબનગરમાં લઇ ગયો હતો. ગઇકાલે મારા પિતા શાળાએ તપાસ કરવા આવ્યા ત્યારે શિક્ષકે હું પરમ દિવસે શાળાએ નહોતી આવી તેમ કહેતાં મને પિતાએ પુછતાછ કરતાં મેં અશોકે જે કંઇ કર્યુ તેની વાત જણાવતાં મને પોલીસ મથકે લઇ જવાતાં ફરિયાદ કરી હતી.
બાદમાં સ્કૂલ છુટવાનો સમય થતાં ફરીથી સ્કૂલે લાવ્યો હતો અને કોઇને વાત કરી તો સારાવટ નહીં રહે તેવી ધમકી આપી હતી. એ પછી એકાદ મહિના પહેલા સવારના સાડા છ વાગ્યે અશોક અમને તેડવા આવ્યો હતો. મારી બહેન અને બીજી છોકરીઓને શાળાએ ઉતારી મને ગુલાબનગર મફતીયાપરામાં કોઇ મકાનમાં લઇ ગયો હતો અને અડપલા કર્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે ધોરણ આઠમાં અભ્યાસ કરતી પ્રિયા(નામ બદલ્યું છે)ને અગાઉ તેના માતા-પિતા સ્કૂલે મુકવા આવતાં હતા. જોકે, છેલ્લા બે મહિનાથી તેના પિતાએ રીક્ષા બંધાવી આપી હતી, જેથી કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલક અશોક નરસીભાઇ ચૌહાણ (ઉ.૪૨)ની રીક્ષામાં તેઓ રોજ સ્કુલે જતી હતી. પ્રિયા સાથે તેની બહેન અને અન્ય છોકરીઓ પણ સ્કૂલે જતી હતી.
રાજકોટઃ ધોરણ-8માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા પર સ્કૂલ રીક્ષા ચાલકે બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરાની ફરિયાદને આધારે મહિલા પોલીસે રીક્ષા ચાલકને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન પોણા બે મહિના પહેલા અશોક અમને સ્કૂલે મુકવા આવ્યો હતો, ત્યારે મારી બહેન ઝડપથી ઉતરીને જતી રહી હતી. હું ઉતરવા જતી હતી, ત્યારે અશોકે હાથ પકડી લઇ તારું કામ છે તેમ કહી રિક્ષામાં બેસાડી રાખી ટી.બી. હોસ્પિટલ પાસે લઇ જઇ ત્યાં જ સાડા અગિયાર સુધી રોકી રાખી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -