રાજકોટઃ યુવકે યુવતી સાથે પ્રેમનું નાટક કરી લાખો પડાવ્યા, સેક્સની માંગ કરતાં શું થયું?
મળતી વિગતો પ્રમાણે ગોંડલ રોડ આવેલા ગીતાનગરમાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)ને ભાવેશ આહિરે ફોન કરી 'હું તમને ઓળખુ છું, તમારા ઘર સામે સ્ટેશનરીની દૂકાને આવુ છું, તમારી સાથે મિત્રતા કરવી છે...તમારી સાથે સંબંધ રાખવા ગમે તે કરીશ, મારી પત્નીને છોડી દઇશ અને તારા પતિ-સંતાનોને મારી નાંખીશ...' તેવી ધમકીઓ આપી પ્રેમસંબંધ બાંધ્યા હતા. બાદમાં પરિણીતાને ધમકીઓ આપી રોકડા રૂ. ૧,૮૦,૦૦૦ અને ૬ લાખના સોનાના દાગીના કટકે-કટકે પડાવી લીધા હતા. ત્યારે લક્ષ્મીવાડીના ભાવેશ આહિર શખ્સ સામે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, સાચી હકિકત શું છે, તે તો તપાસ પૂર્ણ થયા પછી જ ખબર પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરમાં પતિ-સસરાએ મારી વધુ પુછતાછ કરતાં મેં આ અરજી ખોટી હોવાની અને ભાવેશ આહિર ધરાર મિત્રતા રાખવાની ધમકીઓ આપી તેમજ શરીર સંબંધ બાંધવાનું કહી પતિ-બાળકોને મારી નાંખવાની ધમકીઓ આપતો હોવાથી તેને રોકડ-દાગીના આપી દીધાનું કબુલી લીધુ હતું. ત્યાર પછી અમે પોલીસ ફરિયાદ કરી હતી.
માલવીયાનગર પોલીસે ગીતાનગર-૮માં રહેતી પ્રિયાબેન (ઉ.૩૪)ની ફરિયાદ પરથી લક્ષ્મીવાડી બોલબાલા મંદિર આગળ રઘુનંદન ફલેટમાં રહેતાં ભાવેશ આહિર સામે આઇપીસી ૩૮૬, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. પરિણીતાએ જણાવ્યું છે કે હું પતિ અને બાળકો સહિતના પરિવાર સાથે રહુ છું. મેં અગાઉ ૪/૧/૧૮ના રોજ એક અરજી માલવીયાનગર પોલીસમાં કરી હતી. આ અરજીમાં જયશ્રીબેન કાકડીયા, ભાવેશભાઇ કાકડીયા, અલ્પાબેન કાકડીયા અને વિઠ્ઠલભાઇ ખુંટના નામ આપ્યા હતાં. આ લોકોને મેં રૂ. ૧,૮૦,૦૦૦ તથા છ લાખના દાગીના મદદ માટે આપ્યા બાદ પાછા ન આપી છેતરપીંડી કરી હોવાનું અરજીમાં જણાવ્યું હતું. જો કે આ અરજી ખોટી હોવાનું અને એ અરજી મેં લક્ષ્મીવાડીના ભાવેશ આહિરના કહેવાથી કરી હતી.
આથી મેં તેનાથી છૂટકારો મેળવવા સસરાની સોનાની વીંટી, ચેઇન, સાસુનો ચેઇન, એક જોડી બુટી આપ્યા હતાં. ઘરમાં આ બાબતની વાત મેં ભયને લીધે કોઇને કરી નહોતી. ભાવેશ ભય બતાવી રોકડ-દાગીના મળી કુલ રૂ. ૭,૮૦,૦૦૦ની મત્તા બળજબરીથી પડાવી ગયો હતો. મેં તેની પાસે આ દાગીના પાછા માંગવા ૨૩/૧૨ના ફોન કરી કહેલ કે મારા ઘરમાં ખબર પડશે તો માથાકુટ થશે. આથી તેણે કહેલ કે તું ઘરમાં કહી દેજે કે બહેનપણીને માંદગી સબબ જરૂર પડતાં રોકડ-દાગીના તેને મદદ માટે આપ્યા છે. આ રીતની વાત મેં બાદમાં મારા ઘરમાં કરી હતી. પણ રોકડ-દાગીના પાછા ન આવતાં મેં ભાવેશ આહિરના કહેવાથી જ જયશ્રીબેન કાકડીયા, ભાવેશભાઇ કાકડીયા, અલ્પાબેન કાકડીયા અને વિઠ્ઠલભાઇ ખુંટ મારી રોકડ અને દાગીના ઉછીના લઇ ગયા બાદ ઓળવી ગયાની અરજી કરી દીધી હતી.
જોકે, ૧૪/૧૨ના તેણે ફરીથી ફોન કરી ધમકી આપી બીજા પૈસા માંગતા મેં ૮૦ હજાર વધારાના આપ્યા હતાં. એ પછી પણ તેના ફોન સતત ચાલુ હતાં અને ધમકીઓ ચાલુ રાખી હતી. આ પછી તેણે ફોનમાં ઘમકી આપીસોના માંગતા મેં ઘરમાંથી મંગળસુત્ર, બુટી સહિતના દાગીના ૨૦/૧૨ના રોજ ભાવેશને દોશી હોસ્પિટલવાળી શેરીમાં બોલાવીને આપ્યા હતાં. આ સમયે મેં તેને મારા પતિ-બાળકોને કંઇ ન કરવા આજીજી કરી હતી અને પીછો છોડી દેવા કહ્યું હતું. ત્યારે ભાવેશે હવે હું હેરાન નહિ કરું તેમ કહેલ. પણ થોડા દિવસ બાદ ફરીથી ફોન ચાલુ થઇ ગયેલ અને ૨૧/૧૨ના રોજ તેણે શારીરિક સંબંધ બાંધવાની વાત કરી જો હું ન માનુ તો મારા પતિ-બાળકોને મારી નાંખશે તેમ કહેલ અને વધુ પૈસા-દાગીના માંગ્યા હતાં.
ત્યાર પછી ૨૮/૧૧ના તેણે ફરીથી ફોન કરી હું કહું તેમ તારે કરવાનું છે. આમ કહી અવાર-નવાર ફોન કરતો હતો. મેં બદનામીના બીકે પતિ-સસરાને કે માવતર પક્ષને જાણ કરી નહોતી. ત્યાર પછી ભાવેશ તેના ફોન ઉપરાંત બીજા નંબરો પરથી વારંવાર ફોન કરી મને તેની સાથે ધરાર મિત્રતા રાખવા દબાણ કરતો હતો. તેણે એવી ધમકી આપી બે લાખ માંગ્યા હતાં. હું ખુબ ગભરાઇ ગઇ હતી આથી મેં મારા પતિના બર્થ ડે ઉપર તેને બાઇક-મોબાઇલની ગિફટ આપવી હોઇ તેના એટીએમમાંથી કટકે-કટકે રૂ. ૧,૮૦,૦૦૦ ભેગા કર્યા હોઇ તેમાંથી ૧૨/૧૨/૧૭ના રોજ ભાવેશને પંચશીલ સોસાયટીના હોલ પાસે બોલાવી રૂ. ૧ લાખ આપી દઇ પીછો છોડી દેવા અને હવે ખોટા ફોન નહિ કરવા સમજાવ્યો હતો.
ગત ૨૦/૧૧/૧૭ના રોજ ભાવને મારા મોબાઇલ ફોન પર એક ફોન આવ્યો હતો અને 'હું તમને ઓળખુ છું, તમારા ઘરની સામે ક્રિષ્ના સ્ટેશનરી છે ત્યાં આવુ છું અને મારે તમારી સાથે મિત્રતા કરવી છે.' આવી વાત થતાં મેં તેને ના પાડી બીજીવાર ફોન નહીં કરવા કહી ફોન કટ કરી નાંખ્યો હતો. બીજા દિવસે ૨૧/૧૧ના ફરીથી તેણે ફોન કરી કહેલ કે હું ભાવેશ આહિર છું અને મારા લગ્ન થઇ ગયા છે. મારી પત્નિને પણ હું છોડવા તૈયાર છું. મારે તમારી સાથે મિત્રતા રાખવી છે. મેં ફોન કાપી નાંખતા ૨૪/૧૧ના ફરીથી ફોન આવેલ અને કહેલ કે હું ગમે તેમ કરીને તારી સાથે સંબંધ રાખીશ, તેના માટે મારે ગમે તેમ કરવું પડે તો કરીશ. તારા પતિ-બાળકોને પણ મારી નાંખીશ. તેમ કહેતાં મેં કહેલ કે હું તારાથી ગભરાતી નથી.
રાજકોટઃ ગોંડલ રોડ પર રહેતી એક પરિણીત યુવતીને અનનોન કોલરના પ્રેમમાં પડવું ભારે પડી ગયું છે. યુવકે પરિણીતાને પત્નીને ડિવોર્સ આપી લગ્ન કરવાનું વચન આપ્યા પછી પ્રેમસંબંધ વિકસાવ્યા હતા અને પછી ધાક-ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, હવે યુવક શારીરિક સંબંધ માટે દબાણ કરી રહ્યો છે, ત્યારે પરિણીતાએ યુવક સામે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાવેશ આહિર મને, મારા પતિ અને બાળકોને મારી નાંખવાની અને પોતાની સાથે પરાણે સંબંધ રાખવાની ધમકી આપતો હોઇ તેમજ તેણે મારી પાસેથી આ રોકડ-દાગીના પડાવ્યા હોઇ મારા પતિ-સાસરિયા આ બાબતે પુછે તો તેને ખોટુ જણાવી દેવા ભાવેશ આહિરે કહ્યું હોવાથી આ ખોટી અરજી કરી હતી. સાચી વિગતો એવી છે કે ખુદ ભાવેશ આહિરે જ મારી પાસેથી આ પૈસા-દાગીના પડાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -