રાજકોટઃ બે સગીરા સાથે સેક્સસંબંધ બાંધનારા હવસખોર શિક્ષકે ત્રીજી યુવતીને પણ બનાવી ભોગ, જાણો વિગત
ચોટીલાની એક કોલેજમાં ભણતી યુવતી ને પોતાની મોહજાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યાની વિગત સામે આવી છે. યુવતીના પિતાએ પોતાની પુત્રીના ગુમ થયાની અને તેનું અપહરણ ધવલ ત્રિવેદી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. પડધરીમાં સગીરાઓનું અપહરણ કરીને જેલની સજા ભોગવનાર ધવલ ત્રિવેદીએ પેરોલ ઉપર છૂટીને લખણ ઝળકાવ્યા છે.
યુવતીઓને ફસાવવા માટે ચોટીલામાં ખાનગી ક્લાસીસ શરૂ કરીને યુવતીઓને ટ્યુશન શરૂ કર્યું હતું અને તેને એક યુવતીને શિકાર પણ બનાવી છે. પડધરીની ઘટનામાં પોલીસના સકંજામાં આવ્યા બાદ તેને 10 યુવતીઓને શિકાર બનાવવાનો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતું. આજ સુધી 7 યુવતીઓને શિકાર બનાવી ચૂકેલા ધવલ ત્રિવેદી એ પેરોલ ઉપર છૂટીને વધુ એક યુવતીને શિકાર બનાવી છે.
રાજકોટઃ રાજકોટના પડધરીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે બે સગીરાઓને ઉઠાવી જઈને લાંબા સમય સુધી ગોંધી રાખીને બળાત્કાર ગુજારનારા અને 20 વર્ષની સજા પામનાર ધવલ ત્રિવેદીએ વધુ એક યુવતીને શિકાર બનાવી છે. ચોટીલામાં યુવતીનું અપહરણ કર્યાની યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને કારણે ખળભળાટ મચી ગયો છે.
આરોપી ધવલ ત્રિવેદી ગુમ છે અને તેની સાથે ગુમ થયેલી યુવતીનું મોબાઈલ લોકેશન પણ સામે આવ્યાનું ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે પડધરીની ગારડી સ્કૂલની 2 યુવતીઓને પણ ધવલ ત્રિવેદી આ જ રીતે ફસાવી હતી. જો કે બાદમાં સીઆઇડીએ ધવલ પંજાબથી 2013માં પકડી લીધો હતો ને ત્યારથી તે જેલમાં હતો. ધવલને થોડા દિવસ પહેલા પેરોલ મળ્યા હતા, ત્યાં જ ફરી તેને પોતાની દીકરીની ઉંમરની યુવતીને ભોગ બનાવી છે.