IPL: રાજકોટમાં 7મીએ પહેલી મેચ. કઈ સેલિબ્રિટી કરશે પરફોર્મન્સ જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Apr 2017 11:37 AM (IST)
1
રાજકોટઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 10મી સિઝનનો આજથી પ્રારંભ થશે. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાશે. મેચ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના અનેક એક્ટર અને એક્ટ્રેસ પરફોર્મ કરશે. જોકે આ વર્ષે આઇપીએલને સફળ બનાવવા માટે આઠ શહેરોમાં ઓપનિંગ સેરેમની યોજાશે.
2
ગુજરાત લાયન્સની પ્રથમ મેચ 7 એપ્રિલના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાશે. અહીં ઓપનિંગ સેરેમનીમાં ટાઇગર શ્રોફ પરફોર્મ કરવાનો છે. તે સિવાય સચીન-જીગર અને ભૂમિ ત્રિવેદી પણ પરફોર્મ કરશે. તે સિવાય શાહરૂખ ખાન પણ પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા મેચમાં હાજર રહે તેવી સંભાવના છે. આ સિવાય બોલિવૂડના કેટલાક દિગ્ગજ કલાકારો પહોંચે તેવી સંભાવના છે.