રાજકોટમાં કોને કાપી નાંખી હતી વિદ્યાર્થિનીની ચોટી ? જાણો શું થયો મોટો ખુલાસો?
વિજ્ઞાન જાથાના કાર્યકરોએ પોલીસને સાથે રાખી આ ચોટલીકાંડની તપાસ શરૂ કરી હતી. તપાસમાં સોનલની ઉલટતપાસ કરતાં અને ઈલેક્ટ્રિક શોર્ટ આપવો પડશે તેમ કહેતા સોનલે અફવા અને અંધશ્રદ્ધા ફેલવવા આ તરકટ રચ્યું હોવાની કબૂલાત આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના ઓમનગરમાં રહેતી ઈન્દુબહેન નામની મહિલાના વાળ પણ આ રીતે કપાઇ ગયા હતા. આ ઘટનામાં પણ અફવા અને અંધશ્રદ્ધા ફેલાવતા ઘરના સભ્યોની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. પોતાના તરફ ધ્યાન ખેંચવા જાતે જ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વિજ્ઞાન જાથાએ લોકોને અંધશ્રદ્ધા અને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે.
રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ચોટીકાંડને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં અમદાવાદ, કચ્છ, અંક્લેશ્વર, વીસનગર, રાજકોટ, ગાંધીધામ, દમણ અને ધારીમાં ચોટીકંડના બનાવ બનતાં લોકોમાં દહેશતની લાગણી ઊભી થઈ હતી. ત્યારે રાજકોટમાં વિદ્યાર્થિનીની ચોટલી કાપવાની ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
રાજકોટમાં વિજ્ઞાન જાથાએ ચોટીકાંડનો પર્દાફાશ કરી સમગ્ર બાબત પરથી પરદો ઉચક્યો છે. વિજ્ઞાન જાથાની તપાસમાં ચોટીકાંડ માનવ સર્જિત હોવાનું અને ઘરના સભ્યોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટના આંબેડકરનગરમાં રહેતી સોનલ રામબહાદુર કુશવા નામની વિદ્યાર્થિનીનું ચોટલી કપાતા આ કૃત્ય લાલ કપડાંવાળી મહિલાએ કર્યું હોવાની વાતો વહેતી થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -