IS હેન્ડલર સાથે કેવી રીતે વાત કરતો આતંકી વસીમ, જાણો સમગ્ર મોડસ ઓપરેન્ડી
વસીમ અને નઈમની વચ્ચેની વાતચીત, જે એટીએસએ રેર્કોડ કરી છે. જેમાં ધણી વાતનો ખુલાસો છે કે બંને ભાઈઓ બગદાદીના નેતૃત્વમાં આઈએસની ગતિવિધિઓની ઝડપથી ખુશ નહોતા અને કાફિરોની વિરૂધ્ધના અભિયાનમાં તે પોતે સામેલ થવા માંગતા હતા. આ બંનેના ઘરેથી જે કોંમ્પ્યૂટર અને મોબાઈલ મળી આવ્યા છે તેમાં બોંબ બનાવવાથી લઈને કત્લ કરવાની ટેકનીકના વિડીયો તો મળી આવ્યા છે સાથે મુફ્તીના અબ્દુશના ધણા ભડકાઉ ભાષણોની સેંકડો ક્લિપ પણ મળી આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવસીમે આઇએસ હેન્ડલર સાથે વાત કરવા માટે નિંઝા ફોક્સ જેવી પ્રોફાઇલ આઇડી બનાવી રાખ્યું હતું જ્યારે તેના હેન્ડલરે બિગ કેટ પ્રોફાઇલ સાથે ટેલિગ્રામ એપ મારફતે વાત કરતો હતો.
સામાન્ય રીતે બંન્ને ભાઇઓ પોતાના આઇએસ હેન્ડલર સાથે વાતચીત કરવા માટે આઇએસઓ અથવા ટેલિગ્રામ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવાનું એટીએસની તપાસમાં ખુલ્યૂ હતું. એટલે કે તેમની વચ્ચેની વાતચીત રેકોર્ડ કરી શકાતી નથી.
ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો હતો કે વસીમ અને નઇમ ટેકનિકમાં ખૂબ હોશિયાર હતા. વાસ્તવમાં વસીમે જ્યાંથી એમસીએ કર્યું છે ત્યાંથી નઇમે પણ બીસીએ કર્યું છે. જેથી બંન્ને ભાઇઓ જાણતા હતા સુરક્ષા એજન્સીઓથી બચીને કેવી રીતે આઇએસના હેન્ડલર સાથે સાવચેતીપૂર્વક વાતચીત કરી શકાય છે.
ગુજરાત એટીએસએ જણાવ્યું હતું કે બંન્ને ભાઇઓ ફોનની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. વસીમ પોતાના આઇએસ હેન્ડલર સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં રહેતો હતો અને હેન્ડલરને જણાવ્યું હતુ કે તે ચોટિલામાં આતંકી હુમલો કરશે. જોકે, વસીમ કોઇ હુમલાને અંજામ આપે તે અગાઉ ગુજરાત એટીએસના હાથે ઝડપાઇ ગયા હતા.
ગુજરાત એટીએસ છેલ્લા એક વર્ષથી બંન્ને ભાઇઓ પર નજર રાખી રહી હતી. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મુફ્તી અબ્દુસ સમી કાસમીની એનઆઇએએ ધરપકડ કરી ત્યારે બંન્ને ભાઇઓ એટીએસના રડારમાં આવ્યા હતા. મુફ્તી યુવકોને દેશવિરોધી ગતિવિધિઓ માટે ઉશ્કેરતો હતો. મુફ્તીના ફોનમાંથી વસીમનો ફોન નંબર મળતા ગુજરાત એટીએસ પર નજર રાખી રહી હતી. મુફ્તી અનેક વખત ગુજરાત આવી ચૂક્યો હોવાનું પણ પોલીસ જણાવી રહી છે.
રાજકોટઃ સીરિયા અને ઇરાકમાં નિર્દયતાથી લોકોની હત્યા કરનારા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) હવે ગુજરાત સુધી પહોંચી ગયું છે. ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોર્ડ એટલે કે એટીએસએ રાજકોટ અને ભાવનગરથી આઇએસના બે આતંકીઓની ધરપકડ કરી હતી. બંન્ને આતંકીઓ વસીમ અને નઇમ નામના સગા ભાઇઓ હોવાનું ખુલ્યુ છે. બંન્ને ભાઇઓ પોતાના આઇએસ હેન્ડલર સાથે વાતચીત કરવા માટે આઇએસઓ અથવા ટેલિગ્રામ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવાનું એટીએસની તપાસમાં ખુલ્યૂ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -