‘મારો પતિ રાજકોટના મોટા ડોક્ટરોને છોકરીઓ સપ્લાય કરતો હતો’
મીડિયા સાથે વાતચીત કરતાં ડોક્ટર શ્યામ રાજાણીના પૂર્વ પત્નીએ 22 દિવસથી લાપતા થયેલા યુવક મયુર મોરી વિશે જણાવ્યું હતું કે, હાલ મયુર મારા સંપર્કમાં નથી. મયુરે મને કોઈ જ વાત કરી નથી. જે થયું છે તે ખૂબ જ ખોટું થયું છે. મયુર ખૂબ જ સારો છોકરો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્યામ ડોક્ટર ન હોવા છતાં એમડી ફિઝિશિયન તરીકે હોસ્પિટલ ચલાવે છે. ડોક્ટરની પૂર્વ પત્નીના ભાઈના કહેવા પ્રમાણે તેની બહેન હાલ તેના પિતાના ઘરે જ રહે છે. બંનેને મન મેળ ન હોવાથી છૂટાછેડા લઈ લીધા છે
ડોક્ટર શ્યામ રાજાણીની પૂર્વ પત્ની કાશ્મીરા ગાંધીએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, તેનો પૂર્વ પતિ શ્યામ રાજકોટના નામાંકિત ડોક્ટરોને યુવતીઓ સપ્લાય કરતો હતો. તેના પૂર્વ પતિ પાસે ડોક્ટરની ડિગ્રી નથી. તેણે ડોક્ટરનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો નથી.
રાજકોટ: રાજકોટમાં આવેલી લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો મયુર મોરી 22 દિવસથી લાપતા છે. આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. મયુરને કારણે જ ડોક્ટરના તેની પત્ની સાથેના સંબંધો વણસ્યા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -