રાજકોટના ડોક્ટર યુવકે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં શું લખ્યું, જાણો વિગત
વિપુલ પારિયાએ એમએસ સુધી અભ્યાસ કર્યો હતો. યુવાન અને આશાસ્પદ પુત્રના આપઘાતથી પારિયા પરિવાર શોકના દરિયામાં ડૂબી ગયો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝઘડા બાદ પત્ની પિયર જતાં રહેતા તે બાબતનું માઠું લાગી આવતાં તબીબે પગલું ભરી લીધું હતું. ડો.વિપુલ પારિયા રોહીશાળા ગામના વતની હતા અને ત્રણ ભાઈમાં સૌથી નાના હતા.
લગ્ન બાદ પતિ-પત્ની ભીમરાવ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. લગ્ન બાદ કોઈ મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતાં. શનિવારે રાત્રે પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી તે દરમિયાન પત્ની પૂજાને તેમના પિતા તેડી ગયા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ડો.વિપુલ પારિયા રાજકોટની બી.ટી.સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો અને શહેરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પૂજા સાથે પ્રેમ થયા બાદ બંનેએ સાત મહિના પૂર્વે જ લગ્ન કર્યો હતો.
રાજકોટ: રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિગબજાર પાસેની ભીમરાવ સોસાયટીમાં રહેતા અને સાત મહિના પૂર્વે જ પ્રેમલગ્ન કરનાર ડોક્ટરે પત્ની સાથેના ઝઘડાથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પતિ-પત્ની વચ્ચે શનિવારે રાત્રે પણ ઝઘડો થયો હતો. યુવાન અને આશાસ્પદ પુત્રના આપઘાતથી પારિયા પરિવાર શોકના દરિયામાં ડૂબી ગયો હતો.
બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ ઉમેદભાઇ પવાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થલે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. તબીબના આપઘાત પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું.
કરણપાર્ક પાસેની ભીમરાવ સોસાયટીમાં રહેતા ડો.વિપુલ મોહનભાઇ પારિયાએ રવિવારે બપોરે પોતાના ઘરે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -