2020ના ટી 20 વર્લ્ડકપમાં આ બે ટેસ્ટ રમતી ટીમોને સીધો પ્રવેશ નહીં, નાના દેશો સામે રમીને ક્વોલિફાય થવું પડશે
બીજી બાજુ બાંગ્લાદેશ અને શ્રીલંકા અન્ય છ ક્વોલીફાયર ટીમ સાથે ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્તરે શરૂઆત કરવાની રહેશે. એટલે કે આ બે ટીમોને સીધો પ્રવેશ મળ્યો નથી. આઈસીસી ટી20 ટૂર્નામેન્ટનું આયોજન ઓસ્ટ્રેલિયામાં 2020માં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાશે. તેના માટે ક્વોલીફાયર મેચનું આયોજન આ વર્ષે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈસીસી પુરુષ ટી-20 રેન્કિંગમાં ટોચની 8 ટીમોનો સુપર 12માં સીધો પ્રવેશ મળ્યો છે, જ્યારે બે અન્ય ટીમ ગ્રુપ સ્તરે રમશે. 8 ટીમોમાં પાકિસ્તાન, ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઇન્ડીઝ અને અફઘાનિસ્તાનને સીધો પ્રવેશ મળ્યો છે.
નવી દિલ્હીઃ આઈસીસીએ મંગળવારે વર્ષ 2020માં રમાનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપ માટે સીધો પ્રવેશ કરનારી ટીમની જાહેરાત કરી દીધી છે. આઈસીસીએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર જારી નિવેદનમાં કહ્યું છે કે, મેજબાન ટીમની સાથે નવ અન્ય ટીમને આ ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -